દાહોદ તાલુકાના રાબડાળ ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડાથી નાસભાગ:10 જુગારીયાઓ 2.72 લાખની માલમતા સાથે ઝડપાયા: ત્રણ ફરાર
પોલીસે જુગાર ધામ પરથી 50,000 ઉપરાંતની રોકડ રકમ, ચાર મોબાઇલ ફોન, પાંચ મોટરસાયકલ તેમજ એક ઓટો રીક્ષા જપ્ત કરી
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક મકાનમાં પાના પત્તા વડે હારજીતનો પૈસા વડે જુગાર રમતાં ૧૩ જુગારીઓ પૈકી ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડી જ્યારે ૦૩ જુગારીઓ પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે ઝડપાયેલ જુગારીઓ પાસેથી અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂા. ૫૦,૮૮૦ રોકડા રૂપીયા, ૦૪ મોબાઈલ ફોન, ૦૫ મોટરસાઈકલ અને એક ઓટો રીક્ષા મળી કુલ રૂા. ૨,૭૨,૧૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી તમામ ઝડપાયેલ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.૨૯મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાબડાળ ગામે બામણીયા ફળિયામાં એક મકાનમાં રમાતા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગાર રમતાં હેમંતભાઈ રમેશભાઈ બામણીયા, સિદ્દીકભાઈ ખલીલભાઈ શેખ, મુકેશભાઈ નારસિંગભાઈ વણજારા, નરેશકુમાર ગગનસિંહ સોની, મનોજભાઈ પરશરામ શર્મા, ગોરસિંગભાઈ રમેશભાઈ મેડા, જયેશભાઈ અશોકભાઈ પરદેશી, મંથનભાઈ રાજેશભાઈ શાહ, બાબુભાઈ મગનભાઈ સંગાડા અને જહીરભાઈ હેમંતભાઈ પઠાણને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૫૦,૮૮૦ તેમજ ૦૪ મોબાઈલ ફોન, ૦૫ મોટરસાઈકલ અને એક ઓટો રીક્ષા મળી કુલ રૂા. ૨,૭૨,૧૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાં હતો જ્યારે પોલીસને જાેઈ નાસી ગયેલ નરેશભાઈ ઉર્ફે નરૂભાઈ મંગુભાઈ બામણીયા, પરેશ ઉર્ફે ગનીયાભાઈ ચારેલ અને એક એક્ટીવા મોપેડ ટુ વ્હીલર ગાડીનો ચાલક મળી ત્રણ જણાની પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-—–
