દાહોદ જિલ્લાના લીમડી તેમજ ચાકલીયા ખાતે થયેલ ઘર પર ચોરીનું ભેદ ઉકેલતી દાહોદ એલસીબી:બે આરોપીઓને ચાંદીના દાગીના મળી 38 હજાર માલમત્તા સાથે બે ઝડપાયા..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

દાહોદ જિલ્લાના લીમડી તેમજ ચાકલીયા ખાતે થયેલ ઘર પર ચોરીનું ભેદ ઉકેલતી દાહોદ એલસીબી:બે આરોપીઓને ચાંદીના દાગીના મળી 38 હજાર માલમત્તા સાથે બે ઝડપાયા..

દાહોદ તા.૨૫

 

દાહોદ જિલ્લાના ઝાલોદ, લીમડી તેમજ ચાકલીયા પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરીના પાંચ અનડિટેક્ટ કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી ચાંદીના દાગીના મળે કુલ રૂા. ૩૮,૧૧૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 

ઝાલોદ, લીમડી તેમજ ચાકલીયા પોલીસ મથકે ઘરફોડ ચોરીના ૫ ગુન્હાઓ નોંધાયેલ હતાં. બનાવની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લાન પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે લીમડીથી ચાકલીયા જતાં રસ્તે પોલીસે નાકાબંધી કરી હતી ત્યારે ત્યાંથી બે ઈસમો પેસેન્જર જીપમાંથી કુદકો મારી ભાગવા જતાં પોલીસે બંન્ને ઈસમોની અટકાયત કરી તેઓને પોતાનું નામ પુછતાં જેમાંલભાઈ દિતાભાઈ વહોનીયા (રહે. મધ્યપ્રદેશ) તથા ખુશાલભાઈ રસનભાઈ કિશોરી (રહે. મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોને લઈ પોલીસ મથકે આવી સઘન પુછરછ કરતાં ઝડપાયેલ ઈસમોએ ઝાલોદ અને લીમડી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી ચાંદીના દાગીના કિંમત રૂા. ૩૮,૧૧૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો.

 

 

Share This Article