લીમખેડા તાલુકામાં ત્રણ જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણીયા જુગાર ધામ પર પોલીસના દરોડા: 30 જુગારીયાઓ 80,675 રૂપિયાની માલમતા સાથે ઝડપાયા.
પોલીસે ઉપરોક્ત ત્રણેય જુગારધામો પરથી રોકડ રકમ મોબાઈલ ફોન સહિતની સાધન સામગ્રી જપ્ત કરી..
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી એક સાથે ત્રણ સ્થળોએ પોલીસે શ્રાવણીયા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારી ત્રણેય સ્થળોથી મળી કુલ રૂા. ૮૦,૬૭૫ ના મુદ્દામાલ સાથે પોલીસે ૩૦ જુગારીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
પોલીસે જુગારનો પ્રથમ છાપો પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૯મી ઓગષ્ટના રોજ પાલ્લી ગામે રેલ્વે સ્ટેશન ફળિયામાં જાહેરમાં જુગાર રમતાં રમણભાઈ ભુરાભાઈ ચૌહાણ, નરવતભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, કિરણભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, મહેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, રાહુલભાઈ પર્વતભાઈ હરીજન, પ્રથમભાઈ રતિલાલ સોલંકી, ભુપતભાઈ મગનભાઈ ચૌહાણ, અલ્કેશભાઈ મોહનભાઈ ચૌહાણ અને અરવિંદભાઈ ગોપાળભાઈ ચૌહાણને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૩,૧૩૫ની રોકડ રકમ સાથે ઝડપી પાડી લીમખેડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારની બીજાે છાપો પોલીસે પાલ્લી ગામેજ સ્ટેશન ફળિયામાં પાડ્યો હતો હતો જેમાં ગત તા.૧૯મી ઓગષ્ટના રોજ પાલ્લી ગામે સ્ટેશન ફળિયામાં ખુલ્લી જગ્યામાં રમાતા રમાતા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારતાં પોલીસે જુગાર રમી રહેલ ચંદુભાઈ પ્રતાપભાઈ ચૌહાણ, રાકેશભાઈ નગીનભાઈ સોલંકી, રઈશભાઈ હકીમભાઈ કુરેશી, આરીફ સઈદ કુરેશી, ફીરોઝ અબીબ કુરેશી, ગોપાળભાઈ ધીરાભાઈ ચૌહાણ, અરવિંદભાઈ મડીયાભાઈ સંગાડા, દિલીપભાઈ ફકીરચંદ દેવારા, ઉમેશભાઈ ગુલાબભાઈ શાહ, અબ્બાસ અલી શેરઅલી મકરાણી, હીરાભાઈ પ્રતાપભાઈ ચૌહાણ, રિઝવાન હબીબ કુરેશી, કમલેશભાઈ અભેસીંગભાઈ માવી અને રાજુભાઈ મંગળભાઈ ચૌહાણને પોલીસે ઝડપી પાડી પોલીસે ઉપરોક્ત જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧૦,૨૫૦ અને મોબાઈલ ફોન નંગ. ૦૭ મળી પોલીસે કુલ રૂા. ૪૦,૫૩૦ નો મુદ્દામાલ લીમખેડા પોલીસે કબજે કરી ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારનો ત્રીજાે છાપો પોલીસે લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે ભરવાડ ફળિયામાં પાડવામાં આવ્યો હતો. પોલીસે ધાનપુર પાટડી ગામે ભરવાડ ફળિયામાં રમાતા જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા અર્જુનભાઈ કાનજીભાઈ ભરવાડ, વિપુલભાઈ મનસુખભાઈ ભરવાડ, પ્રકાશભાઈ કાનજીભાઈ ભરવાડ, રાકેશભાઈ દલાભાઈ ભરવાડ, રાહુલભાઈ ભુરસીંગભાઈલ કટારા અને ઈશ્વરભાઈ દલાભાઈ ભરવાડને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૭,૦૧૦ અને ૪ નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૭,૦૧૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ લીમખેડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–—
