રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવાયો..
દાહોદ તા.૧૧
શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર બંધનને અકબંધ રાખતા રક્ષાબંધનનો તહેવાર આદિ કાળથી હિંદુ સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશભરમાં ઉજવાય છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આજે વિરલાની રક્ષા કાજે રાખડીનો તાતણો બાંધવા બહેનો રક્ષાબંધન પર્વના રોજ આજરોજ બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી. દાહોદમાં નિત નવી આંખે ઉડીને વળગે તેવી રાખડીઓનું ધૂમ વેચાણ થયું હતું.
રક્ષાબંધનનો તહેવાર માત્ર રાખડી પૂરતો સીમિત રહેતો નથી. રક્ષાબંધનના તહેવાર થી શ્રાવણી મેળાઓની વિધિવત શરૂઆત થઈ જતી હોય છે જાે કે સમયના વહેણમાં હવે દાહોદ શહેરમાં પણ મેળાઓનું અસ્તિત્વ લગભગ નામસેસ થઈ જવા પામ્યું છે. મેળાઓનું સ્થાન અન્ય જગ્યાએ લઈ લીધું છે. હિન્દુ ધર્મમાં ઉજવાતા મોટાભાગના તહેવારો પાછળ દંતકથા કે પૌરાણિક કથાઓ અવશ્ય જાેડાયેલી રહી હોય તેમ રક્ષાબંધન તહેવાર પાછળ પણ પૌરાણિક કથા સંકળાયેલી છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવતા રક્ષાબંધનના તહેવાર સાથે આધુનિક યુગમાં ધંધાકીય અભિગમ પણ વિશેષ પ્રમાણમાં જાેવા મળી રહે છે. પહેલા સૂત્રનો એક તાંતણો રક્ષાનું સ્થાન લેતો હતો હવે જ્યારે મોંઘા ભાવની રંગબેરીંગ રાખડીયો બજારમાં જાેવા મળી હતી સાથેસાથે મીઠાઈ અને ફરસાણની દુકાનો પર પણ ભારે ભીડ જાેવા મળી હતી ત્યારે આજરોજ બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી અને મોં મીઠુ કરાવ્યું હતું. દાહોદના બજારોમાં રાખડીઓની નાની મોટી દુકાનો ઉપર રાખડી ખરીદનારઓની ભીડ જાેવા મળી હતી. મીઠાઈ વાળાઓની દુકાન ઉપર પણ ભીડ જાેવા મળી રહી છે જ્યારે બ્રાહ્મણ બંધુંઓ એ પણ પોતાના ઈષ્ટદેવના મંત્રોચ્ચાર કરી જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
