ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર માલ સામાન ભરેલી પીકઅપ ગાડી પલટી મારી: સદભાગ્યે કોઈ જાનહાની નહિ

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર માલ સામાન ભરેલી પીકઅપ ગાડી પલટી મારી: સદભાગ્યે કોઈ જાનહાની નહિ

 ઘટનાને પગલે થોડાક સમય માટે રેલવે નો એક તરફનો રોડ પ્રભાવિત થયો હતો

દાહોદ તા.03

વડોદરાથી મધ્યપ્રદેશ જતી માલસામાન, શાકભાજી ભરીને ગાડીનું  એક્સલ તૂટતા દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. ચાલુ ગાડીમાં એક્સેલ તૂટતાં માલ સામાન  ભરેલી ગાડી પલ્ટી  ખાઈ જતાં ગાડીમાં ભરેલ શાકભાજી તેમજ માલસામાન હાઈવે પર જતા નેશનલ હાઇવેનું એક તરફનો રૂટ પ્રભાવિત થયો હતો.

વધુ મળતી માહિતી પ્રમાણે ગતરોજ સાંજના સમયે વડોદરાના પાદરાથી મધ્યપ્રદેશના ઇન્દોર શાકભાજી, તેમજ માલસામાન ભરીને જતી એમપી-09-1980 નંબરની ફોર વહીલ ગાડી દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહી હતી.તે સમયે આચાનક જ ગાડીનું એકસલ તૂટતા ગાડી પલ્ટી ખાઈ હતી. ગાડી પલ્ટી ખાતા ગાડીમાં ભરેલ સર સામાન રોડ પર ફેલાયુ હતુ. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ઘટનાની જાણ રૂલર પોલીસને થતા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતને લઈ થયેલા ટ્રાફિક ને પૂર્વવત કરી દેવામાં આવ્યું હતું.અકસ્માતમાં કોઈ જાન હાનિ ન થતા લોકોએ હાશકારો લીધો હતો

Share This Article