Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢ બારીયા તાલુકા પંચાયત કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ કર્મચારી 4500 ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો 

February 28, 2022
        1167
દેવગઢ બારીયા તાલુકા પંચાયત કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ કર્મચારી 4500 ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો 

દેવગઢ બારીયા તાલુકા પંચાયત કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ કર્મચારી 4500 ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો 

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા પંચાયત કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ કર્મચારી એક જાગૃત નાગરિક પાસેથી રૂા. ૪૫૦૦ની લાંચ લેતાં મહીસાગર એસીબી પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં દેવગઢ બારીઆ તાલુકા પંચાયત આલમ સહિત સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

એક જાગૃત નાગરિક પાસેથી દેવગઢ બારીઆ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે ફરજ બજાવતો હસમુખ કોળીએ જાગૃત નાગરિકનું કામ કાઢી આપવા માટે રૂા. ૪૫૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે તેણે એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને મહીસાગરની એસીબી પોલીસે દેવગઢ બારીઆ તાલુકા પંચાયતમાં આજરોજ છટકું ગોઠવતાં આસિસ્ટન્ટ ટેકનીકલ હસમુખ કોળી જાગૃત નાગરિક પાસેથી રૂા. ૪૫૦૦ની લાંચ લેતાં મહીસાગર એસીબી પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ જતાં સમગ્ર દેવગઢ બારીઆ તાલુકા પંચાયત આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, હસમુખ કોળીને દેવગઢ બારીઆ તાલુકા પંચાયત કચેરીમાંથી સર્કિટ હાઉસ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે એસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!