
જીગ્નેશ બારીયા/સૌરભ ગેલોત :- લીમડી
દે.બારીયા જામરણ ગામે અંતિમવિધીમાં ફાયરીંગ મામલો:થોડા દિવસ અગાઉ અંતિમવીધીમાં મૃતકની બદુકમાથી અચાનક ફાયરીંગ થતા બે ઇસમોને થઈ હતી ગંભીર ઈજાઓ
એક યુવાન ને જમણા કાન પાસે ગોળી વાગી હતી:ભારે જેહમત બાદ દે.બારીયાના તબીબો દ્વારા મગજના ભાગેથી 30 જેટલા બદુકના છરા કાઢવામાં આવ્યા..
ખાનગી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા ચાર કલાકના ઓપરેશન બાદ સફળ રીતે કાઠયા બંદુકના 30 જેટલા છરાઓ
દાહોદ તા.1
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામે બે ત્રણ દિવસ અગાઉ અંતિમ વિધિ દરમિયાન થયેલ ફાયરીંગની ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત એક દર્દીને દેવગઢબારિયા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં એક દર્દીના મગજમાંથી બંદૂકના ૩૦ જેટલા છરા કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
દેવગઢબારિયા તાલુકાનાં જામરણ ગામે થોડા દિવસો અગાઉ અંતિમવિધિનાં સમયે એક ઈસમે અચાનક બંદુકનો ટ્રીગર દબાવી દેતા ફાયરીંગની ધટના બની હતી જે ધટનામાં જામરણ ગામનાં ગણપતભાઇ કાન્તીભાઇ બારીયાને જમણા કાનના ભાગે બંદૂકના છરા વાગતા તાત્કાલિક દેવગઢબારિયા બુટાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્ત ગણપતભાઇ બારીયાનુ ૪ કલાકનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન માથાના ભાગે મગજમાંથી ૩૦ છરા બહાર કાઢી ભારે મહેનત બાદ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ડો.મિહિર બુટાલા જનરલ સર્જન, ડો. ગોરવ મેડાઓથોપેટીક સર્જન, ડો.અજીઝ પહાડવાળા મેક્ષિલો ફેશિયલસર્જન, ડો. ફાલ્ગુની દામા સહિતની પુરી ટીમની પૂરી ટીમએ ફળ રીતે પાર પાડ્યું હતું. ભારે મહેનત બાદ યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ડોકટરોને પુરી ટીમને ઇજાગ્રસ્ત યુવાનના પરિવાર દ્વારા ભગવાન પછી આ તમામ ડોક્ટરો દ્વારા જીવ બચાવી લેવામાં આવ્યો જે બદલ દેવગઢબારિયા બુટાલ હોસ્પિટલના ડોક્ટર તેમજ તમામ સહિયોગી ડોક્ટરોની ટીમને તેમના પરિવાર તરફથી ખુશી આભાર પણ વ્યકતકરવામાં આવ્યો હતો.