Thursday, 21/11/2024
Dark Mode

સીંગવડ પંથકમાં કોરોનાએ પુનઃ માથું ઉંચકતા ફફડાટ: ચૂંટણી પ્રચાર તેમજ લગ્નસરામાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનુ ભૂલ્યા

સીંગવડ પંથકમાં કોરોનાએ પુનઃ માથું ઉંચકતા ફફડાટ: ચૂંટણી પ્રચાર તેમજ લગ્નસરામાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનુ ભૂલ્યા

કલ્પેશ શાહ :- સીંગવડ 

  • સીંગવડ પંથકમાં કોરોનાએ પુનઃ માથું ઉંચકતા ફફડાટ

  • તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની ચૂંટણીઓના પ્રચારમાં તેમજ લગ્નમાં ભેગી થતી ભીડના લીધે કોરોનાનો વ્યાપ વકરવાની આશંકા

  • લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેવાનું ભુલ્યા

  • કોરોના ગાઇડલાઇનના સરેઆમ ઉડતા ધજાગરા

  •  સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર  કોરોના ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરાવે તો કોરોના અંકુશમાં આવે તેઓ જનમત 

સીંગવડ તા.25

સિંગવડ તાલુકા તથા આજુબાજુના ગામડાઓમા ફરી કોરોના કેસોં વધતા લોકોમાં ફફડાટ.

સિંગવડ તાલુકા તથા આજુબાજુના ગામડાઓમાં ફરી કોરોનાના કેસ એક પછી એક વધતા જતા ની સાથે કોરોનાનો કહેર વધવા માંડ્યો છે જ્યારે તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી તથા લગ્ન ગાળો એકદમ વધી જતા કોરોનાનો કેર ક્યાં જઈને ઉભો રહે છે.તે તો આવનાર સમય બતાવશે તેમ લાગી રહ્યું છે.સરકારશ્રીના ગાઈડ લાઈન મુજબ લોકો દ્વારા માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા જેવી બાબતો ધ્યાનમાં નહીં લેતા આ કોરોનાનો કહેર વધશે તેમ લાગી રહ્યું છે.જ્યારે હમણાં થોડાક સમય પહેલાં જ એક પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલનો કોરોના કારણે મૃત્યુ થયું હતું.જ્યારે સીંગવડ ગામમાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના કર્મચારીઓને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પંચમહાલ ડીસ્ટ્રીક બેંકને બંધ કરવાનો વારો આવ્યો હતો.જ્યારે દાસના શાળાના બે શિક્ષકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને પણ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.તથા બીજા ઘણા કોરોના પોઝિટિવ લોકોને હોમ આઈલોશન કરવામાં આવ્યા હતા.સિંગવડ તાલુકામાં કોરોનાનો કેસ એકદમ વધતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું જો લોકો દ્વારા સરકાર શ્રીના કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ જો લોકો દ્વારા માસ્ક પહેરી તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તો આ કોરોના ના કેસ વધે નહીં તેમ લાગી રહ્યું છે જ્યારે સરકારી તંત્ર દ્વારા પણ આ કોરોનાના સામે કડક કામગીરી કરવામાં આવે તો આ કોરોનાના કેસો ઓછા થાય એમ લાગી રહ્યું છે.

error: Content is protected !!