Friday, 22/11/2024
Dark Mode

નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:પોતાના વોર્ડમાં કરેલા કામોના પ્રજા સમક્ષ દાવા કર્યા.

નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:પોતાના વોર્ડમાં કરેલા કામોના પ્રજા સમક્ષ દાવા કર્યા.

    રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….

દાહોદ સ્માર્ટ સીટીની જાહેરાત બાદ સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસ કામોની શરૂઆત ગોદીરોડ વિસ્તારમાંથી કરવામાં આવી હતી.જેમાં કડાણા જળાશય આધારિત પીવાના પાણીની પાઇપ લાઈન,ભૂગર્ભ ગટર યોજના, ગેસ પાઈપલાઈન, વોટર સીવેજ લાઈન,સ્માર્ટ સીટી અંતર્ગત ત્રણ નવી પાણીની ટાંકી તેમજ પાણીના મીટર નાખવાની કામગીરી કરવામાં આવી,ચાકલીયા અંડરપાસ તેમજ કડાણા પાઇપલાઇનમાં અવારનવાર સર્જાતી યાંત્રિક ખામીઓના લીધે આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારવા મજબુર બન્યા,શમશાન તેમજ ગોદીરોડ બાજુના નવીન પ્લેટફોર્મ સહિતની કામોં બાકી,ડોર ટુ ડોર કચરો તેમજ ગટરોની સાફસફાઈમાં અનિયમિતા હોવાની સ્થાનિક લોકોની રજૂઆત,ગત ચૂંટણીઓમાં જીતેલા ઉમેદવારોએ વિકાસ કાર્યો કર્યાં હોવાના દાવાઓ 

દાહોદ તા.09

નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:પોતાના વોર્ડમાં કરેલા કામોના પ્રજા સમક્ષ દાવા કર્યા.ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચેથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાતની સાથે રાજ્યમાં આચારસંહિતા અમલમાં છે.તાલુકા જિલ્લા તેમજ નગરપાલિકાની ચૂંટણીઓને લઇ તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.ત્યારે સમાર્ટ સીટી દાહોદમાં પણ નગરપાલિકાની ચૂંટણી યોજાવવાની હોઈ રાજકીય પક્ષોના બેનર તળે ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓ પોતપોતાના વોર્ડમાં ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયા છે. તેમજ આજથી જાહેરનામું પ્રસિદ્ધ થતાં ફોર્મ ભરવાની શરૂઆત પણ થઇ ગઈ છે. ત્યારે ગત ચૂંટણીમાં નગરપાલિકાના સુધરાઈ સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેમના વોર્ડની પ્રજાની સુખાકારીને ધ્યાને લઇ કરેલા કામોની ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો પ્રયાસ કરાતા ગત ચૂંટણીમાં જીતેલા જન પ્રતિનિધિઓએ સતત અગ્રેસર રહી પોતાના વોર્ડમાં કામ કરાવ્યાના દાવા કર્યા હતા. તેમજ હાલ કેટલાક કામો લોકડાઉનના લીધે વિલંબમાં હોવાનું જાણવા મળેલ છે. ત્યારે દાહોદ નગરપાલિકામાં કુલ 9 વોર્ડમાં 36 બેઠકો વાળી દાહોદ નગરપાલિકામાં ભાજપના 22, કોગ્રેસના 13 તેમજ અપક્ષમાં 1 પ્રતિનિધિ ચૂંટાયા હતા.

દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસ કામોની શરૂઆત વોર્ડ નંબર એક થી 

નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:પોતાના વોર્ડમાં કરેલા કામોના પ્રજા સમક્ષ દાવા કર્યા. સ્માર્ટ સીટી અંતર્ગત પાણીના મીટર લગાડવામાં આવ્યા 

દાહોદ સ્માર્ટ સીટીની જાહેરાત બાદ સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસ કામોની શરૂઆત ગોદીરોડ વિસ્તારમાંથી કરવામાં આવી હતી.જેમાં કડાણા જળાશય આધારિત પીવાના પાણીની પાઇપ લાઈન,ભૂગર્ભ ગટર યોજના, ગેસ પાઈપલાઈન, વોટર સીવેજ લાઈન,સ્માર્ટ સીટી અંતર્ગત ત્રણ નવી પાણીની ટાંકી તેમજ પાણીના મીટર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ગોદીરોડને રેલવે સ્ટેશનને જોડતા ફૂટ ઓવરબ્રિજ તેમજ નવીન રેલવે ટિકિટબારી સહિતની કામગીરી કરવામાં આવી હતી.

પ્રાથમિક સુવિધા ઝંખતી વોર્ડ 1 ની જનતા પીવાના પાણી તેમજ સ્માર્ટસીટી અંતર્ગત થયેલા ખોદકામ દરમિયાન ઉડતી ધૂળથી ત્રસ્ત :અંડરપાસમાં ભરાયેલા ગંદાપાણી માથાના દુખાવા સમાન સાબિત થયો

નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:પોતાના વોર્ડમાં કરેલા કામોના પ્રજા સમક્ષ દાવા કર્યા.આમ તો ગોદીરોડ વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 2 નો સમાવેશ થાય છે.અને સમાર્ટ સીટી દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત થયેલા કામોમાં ગોદીરોડ વિસ્તારની જનતાને સુવિધા તો ચોક્કસ મળી છે. પરંતુ કડાણા જળાશય આધારિત પાણીની યોજનામાં યાંત્રિક ખામીઓનો સર્જન થતાં આ વિસ્તારની જનતા પાણી માટે કાયમ વલખા મારવા મજબુર થવા પામી છે. તેમાંય સ્માર્ટ સીટી અંતર્ગત પાણીના મીટર લગાવવાની શરૂઆતમાં જ પૂરતા પ્રેસરમાં પાણી આવતો ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા પાણીના મુદ્દે પડતા ઉપર પાટું જેવી ઘાટ વિસ્તારની પ્રજા સાથે સર્જાયું છે. જોકે પાણીના મીટરોની ફરિયાદોને ધ્યાને લઇ તંત્ર દ્વારા મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે.જોકે આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટર લખન રાજગોર ના જણાવ્યા અનુસાર કડાણા જળાશય દ્વારા પીવાનું પાણી પુરી પાડતી પાઇપ લાઈનમાં અવાર નવાર યાંત્રિક ખામી સર્જાતા ચોક્કસ આ વિસ્તારની પ્રજાને દુવિધા વેઠવાનો વારો આવ્યો હતો.પરંતુ પહેલા 5 લાખ લીટરની પાણીની ટાંકીની હતી અને હવે 11 લાખ લીટર પાણીના સંગ્રહ ધરાવતી ટાંકી તેમજ 1 કરોડ લીટર લીટર કેપિસિટી વાળું સંપ બનીને તૈયાર થઇ ગયો છે. અને આવનારા 15 થી 20 દિવસમાં નવી ટાંકી તેમજ કાર્યરત થતાં પાણીની સમસ્યાનો કાયમી હલ થઈ જશે.

અને જો પાઈપલાઈનમાં યાંત્રિક ખામી સર્જાતા છે. તો પણ પ્રજાને પાણીની કોઈ સમસ્યા નહિ સર્જાય તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત હાલ ગોદીરોડ વિસ્તાર સહીત મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ યાંત્રિક ખામીઓને કારણે આ કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં ચોવીસ કલાક પાણીની સપ્લાઈ આપવા માટે આ પાણીના મીટર લગાવવામાં આવી રહ્યા છે.તેમ જણાવ્યું હતું.જોકે પ્રજાની સુવિધા તેમજ ટ્રાફિકના ભારણને ઓછા કરવા માટે આ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ચાકલીયા અંડરપાસમાં કાયમી ધોરણે ગંદા પાણી ભરાયેલા રહે છે. તંત્ર દ્વારા લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ અંડરપાસમાં ગંદા પાણીનો નિકાલ ન થતા આ સમસ્યા માથાનો દુખાવા સમાન સાબિત થઇ રહી છે.

વોર્ડ નં 1માં ચૂંટાયેલા સભ્ય લખન રાજગોરે   પોતાના વોર્ડમાં પ્રજાની પડખે ઉભા રહી વિકાસકામોં કરાવવાના દાવા કર્યા 

વોર્ડ નંબર 1 માંથી જનરલ સીટ પરથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર લખન રાજગોરના જણાવ્યુ હતું કે  ગલાલીયાવાડ ખાતે હિન્દુ સ્મશાન બનાવવા માટે દરખાસ્ત મૂકી હતી.જેમાં સરપંચની સહમતિ મળી ગઈ છે.નવા કામોમાં તેનો વિકાસ ચોક્કસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત મેઇન રોડ સ્માર્ટરોડમાં સામેલ છે.જેમાં સીવેજ લાઈનનો કામગીરી ચાલી રહી છે. કોરોના કાળમાં લોક ડાઉનના લીધે કામગીરીમાં વિલંબ થયો છે. અને પ્રજાને ચોકકસ હાલાકી પડી છે. પરંતુ આગામી સમયમાં ડિવાઈડર સહિતનો સ્માર્ટરોડ આયોજનમાં છે. ટૂંક સમય પહેલા કડાણા જલાશયથી દાહોદ આવતી પાઇપલાઇનમાં કુંડા પાસે સંપની ત્રણેય મોટરો બળી જતા ગોદીરોડ વિસ્તારમાં 13 દિવસ સુધી પાણીનો સપ્લાઈ બંધ થઇ ગઈ હતી. તેવા સમયે નગરપાલિકાના કોર્પોરેટર તરીકે અમે 58 ટેન્કરો દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડ્યો હતો. લોકડાઉન દરમિયાન 1165 અનાજ કીટનું વિતરણ તેમજ ત્રણ મહિના સુધી સ્વખર્ચે સૅનેટાઇઝ ટેન્ટની વ્યવસ્થા સ્વખર્ચે કરવામાં આવી હતી.તે સિવાય આ વિસ્તારના લોકોના નાના મોટા પ્રશ્નો તેમજ તેમણે પડતી સમસ્યાના સમાધાન માટે હંમેશા અગ્રેસર રહ્યા છે.

પોતાના વોર્ડમાં નવીન રોડ તેમજ ચાકલીયા અંડરપાસમાં ભરાયેલા ગંદા પાણીના કાયમી નિકાલ સહિતની કામગીરી સહિતની સિદ્ધિઓ નગરપાલિકા પ્રમુખે ગણાવી 

નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:પોતાના વોર્ડમાં કરેલા કામોના પ્રજા સમક્ષ દાવા કર્યા.વોર્ડ નંબર 1 માંથી અનુસૂચિત જનજાતિ બેઠક પરથી વિજેતા અને છેલ્લા અઢી વર્ષની ટર્મ માટે નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટાયેલા અભિષેક મેડાએ જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી અંતર્ગત ભૂગર્ભ ગટર યોજના બાદ નવા રોડ બનાવવામાં આવ્યા, મિશન કામદાર સોસાયટીની ગટર લાઇનનો કાયમી નિકાલ, ગોદી રોડ મુખ્ય રોડ પર આઇમેક્સ ટાવર ઉભા કરાવ્યા, વોર્ડ નંબર એક માં ગેસ કનેક્શનનું જોડાણ,ભૂગર્ભ ગટર કનેક્શનનો જોડાણ,સ્ટ્રોંમ વોટરની કામગીરી પૂર્ણ,નવીન ટાંકીથી પાણીનું વિતરણ કરવામાં આવ્યું, અન્ડર બ્રિજની વર્ષો જૂની સમસ્યા અંગે સાંસદને રજૂઆત,કરી ગંદા પાણીનું કાયમી નિકાલ કરાવ્યું, સિદ્દાર્થ નર્સરીથી ઉકરડી રોડ પણદા ફળીયાનો નવીન રોડ, લોકડાઉન દરમિયાન શરનાર્થીઓ માટે બારોટ ચાલમાં રસોડું બનાવી ખાવાનું પુરૂ પાડ્યું, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જનજાગૃતિ માટે સૂત્રો અને ચિત્રો દોરાવ્યા, દિવસ તેમજ રાત્રી સફાઈ સળંગ ચાલુ રાખી,સાંસદની મદદથી રેલવે ટિકિટબારી, રેલવે ફૂટ ઓવર બ્રિજ, તેમજ 13 દિવસ સુધી સર્જાયેલી પાણીની સમસ્યામાં ઘેર ઘરે પાણી પહોંચાડ્યો હોવાનું દાવો કરાયો હતો.

વોર્ડ નંબર 1 માં પાણીના કટોકટીના સમયમાં સ્વખર્ચે ટેન્કરો દ્વારા પાણી મોકલ્યાનો પ્રીતિબેન સોલંકીનો ઘસ્ફોટક 

નગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:પોતાના વોર્ડમાં કરેલા કામોના પ્રજા સમક્ષ દાવા કર્યા.વોર્ડ નંબર એકમાંથી મહિલા કોર્પોરેટર તરીકે ચૂંટાયેલી તેમજ ગાર્ડન,લાઈટ વિભાગ,ઓફિસ શોપ એસ્ટાબલિસ્ટ તેમજ વોટર સપ્લાય વીભાગમાં ચેરમેન તરીકે ચૂંટાયેલી પ્રીતિબેન સોલંકી જણાવ્યા અનુસાર તેમણે સ્કાય લિફ્ટ 20 મીટરની ઊંચાઈ ધરાવતી ક્રેનની કામગીરી,ગાર્ડનની કામગીરી, ત્રણ નવી ટાંકીનું આયોજન, સ્માર્ટ સીટી અંતર્ગત ભૂગર્ભ ગટર,પાણી,ગેસ, પાણીના મીટરની કામગીરી રેલવે ટીકીટ બારી ની કામગીરી અંગે સાંસદને રજૂઆત નવીન રોડના કામો તથા લાઈટના પ્રોબ્લેમ સોલ્વ કર્યા, સ્વખર્ચે પાણીના ટેન્કરો ઘરે ઘરે મોકલ્યા, ગરીબોને ધાબળા વિતરણ, સ્વખર્ચે સૅનેટાઇઝર વિતરણ, સુધીની કામગીરી કર્યાનો દાવો કર્યો છે.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પોતાના વોર્ડમાં 15 નવીન રોડ સહિતની કામગીરી કરાવ્યાનો કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો દાવો  

વોર્ડ નંબર એકમાંથી કોંગ્રેસ ના બેનર તળે ચૂંટાયેલી મહિલા કોર્પોરેટર માસુમાબેન ગરબાડાવાળાના જણાવ્યા અનુસાર તેઓએ પોતાના કાર્યકાળમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પોતાના વોર્ડમાં 15 જેટલાં નવીન રોડ, બે નવા બોર તેમજ બાકડા મુકાવવાની કામગીરી કર્યા હોવાનું જણાવ્યું હતુ. તેમજ પોતાના વિસ્તારની જનતાના દરેક સમસ્યાના સમાધાન માટે કાયમ હાજર રહેવા રહ્યા હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દસ હજારની વસ્તીમાં વ્હોરા તેમજ લઘુમતી સમાજ નિર્ણાયક ભૂમિકામાં 

દાહોદ શહેરનો ગોદીરોડ વિસ્તાર આમ જોવાં જોવા જઈએ તો રેલવેની પેલી બાજુનો વિસ્તાર છે. સમયની મુખ્ય ધારામાં ખૂબ જ ઝડપથી રોકેટ ગતિએ ચોતરફ વિકાસ કરતો વિસ્તાર છે. જેમાં પોર્ન નંબર એક તેમજ વોર્ડ નંબર 2 નો સમાવેશ થાય છે. વાત કરીયે વોર્ડ નં 1 ની તો પૂર્વમાં રામનગર યોગેશ્વર નગર, સરસ્વતી એપાર્ટમેન્ટ, ઉકેડી રોડ મહાવીર નગર,અંબિકાનગર, ઘાંચીવાડ, બારોટ ચાલ, ક્રિશ્ચ્યન કોલોની,યાદવ ચાલ, મિશન કમ્પાઉન્ડ, પશુપતિનાથ નગર સહિતનો વિસ્તાર આવે છે.જેમાં કુલ 9894 મતદારો ધરાવતો વિસ્તાર છે. જેમાં 4903 પુરુષ તેમજ 4991 સ્ત્રીઓનો સમાવેશ છે.મુળ વ્હોરા તેમજ લઘુમતી સમાજનો ફેલાવો વધારે છે. જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

error: Content is protected !!