ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે આત્મનિર્ભર ભારત યોજના હેઠળનો ફોર્મ ભરવા માટેનો કેમ્પ યોજાયો

Editor Dahod Live
2 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા  

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે આત્મનિર્ભર ભારત યોજના હેઠળનો ફોર્મ ભરવા માટેનો કેમ્પ યોજાયો,ગ્રામ પંચાયતના સરપંચ હિતેશભાઈ કલાલની અધ્યક્ષતામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ,આત્મનિર્ભર ભારત યોજના હેઠળના વિધવા બહેનો અને અપંગો ને 70 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું,દરેક લાભાર્થીઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

ફતેપુરા તા.17

    ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના પટાંગણમાં કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત ના સમાવિષ્ટ વિધવા બહેનો અને અપંગ ભાઈ ઓ બહેનો માટેનું આત્મનિર્ભર ભારત યોજના હેઠળનો વિતરણ તેમજ ભરવા માટેનું આયોજન કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત ના સરપંચ હિતેશભાઈ કલાલ ની અધ્યક્ષતા માં કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં તાલુકા વિસ્તાર અધિકારી બારીયા તલાટી કમ મંત્રીશ્રી પંચાલ બેન ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઓ ગ્રામ પંચાયતના કર્મચારી ગણ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા આત્મનિર્ભર ભારત યોજના હેઠળ વિધવા બહેનો અને અપંગ ભાઈઓ બહેનો મળીને 70 ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જરૂરી આધાર પુરાવા લઈ ફોર્મ ભરી પરત ગ્રામ પંચાયતમાં જમા કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવી હતી આત્મનિર્ભર ભારત યોજના હેઠળ લાભાર્થીઓ ને મકાન રીપેરીંગ માટે રૂપિયા ૩5,૦૦૦ની સહાય ચૂકવવામાં આવે છે જે લાભાર્થીઓને પરત ભરવાના હોતા નથી તેમજ ગ્રામ પંચાયત ના સરપંચ અને આગેવા નો દરેક લાભાર્થીઓને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું

Share This Article