Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં 108 ની ટીમે પ્રામાણિકતા દાખવી: માર્ગ અકસ્માતના બે બનાવોમાં ઈજાગ્રસ્ત દર્દીના સગાને 2.42 લાખ તેમજ મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ પરત કરી

દાહોદમાં 108 ની ટીમે પ્રામાણિકતા દાખવી: માર્ગ અકસ્માતના બે બનાવોમાં ઈજાગ્રસ્ત દર્દીના સગાને 2.42 લાખ તેમજ મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ પરત કરી

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ:108 ની ટીમે પ્રામાણિકતા દાખવી: માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં ઈજાગ્રસ્ત દર્દીના સગાને 2.42 લાખ તેમજ મોબાઈલ ફોન સહીતની વસ્તુઓ પરત કરી

દાહોદ તા.14

દાહોદમાં 108 ની ટીમે પ્રામાણિકતા દાખવી: માર્ગ અકસ્માતના બે બનાવોમાં ઈજાગ્રસ્ત દર્દીના સગાને 2.42 લાખ તેમજ મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ પરત કરીદાહોદ તાલુકાના ખરોડ ગામે હાઇવેથી એક મોટરસાઇકલ બે વ્યક્તિઓને અકસ્માત નડતા તાબડતોડ ઘટના સ્થળે પહોંચેલી 108 ઇમરજન્સી એમ્બયુલેન્સ દ્વારા ઈજાગ્રસ્ત દર્દી પાસેથી 2.40 લાખ રૂપિયાની રોકડ રકમ, મોબાઈલ ફોન સહિતની અન્ય વસ્તુઓ મળી આવતા 108 ના પાઇલોટ તેમજ ઈ.એમ.ટી એ દર્દીને હોસ્પિટલ પહોંચાડી રોકડ રકમ તેમજ અન્ય વસ્તુઓ દર્દીના સગાને સુપરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

દાહોદમાં 108 ની ટીમે પ્રામાણિકતા દાખવી: માર્ગ અકસ્માતના બે બનાવોમાં ઈજાગ્રસ્ત દર્દીના સગાને 2.42 લાખ તેમજ મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ પરત કરી વધુ મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના અનિકા ગામના રહેવાસી 50 વર્ષીય વિનોદભાઈ વિરસીંગભાઈ આમોલ પોતાની મોટરસાઇકલ લઇ દાહોદ કામ અર્થે આવ્યા હતા. જ્યાંથી સાંજના સુમારે પરત પોતાના ગામ સંજેલી તરફ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં દાહોદ તાલુકાના ખરોડ બાયપાસ પાસે વિનોદભાઈની બાઈક સ્લીપ ખાતા તે મોટરસાયકલ રસ્તામાં પડી જતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ બનાવની જાણ દાહોદ ઇમરજન્સી 108 ને કરાતા 108 તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ઈજાગ્રસ્ત વિનોદભાઈને દાહોદના સમીર હોસ્પિટલ ખાતે લઇ આવતા 108 ના ઈ. એમ.ટી ને વિનોદભાઈ પાસેથી 2.40 લાખ રૂપિયાની રોકડ મળી આવતા આ બાબતની જાણ પાઇલોટ તેંમજ EME જમીલભાઈને જાણ કરાતાં તેઓની સૂચના મુજબ 108 ની ટીમે ઈજાગ્રસ્ત વિનોદભાઈના સગા સંજય મનસુખભાઇ મુનિયાને 2.40 લાખની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

દાહોદમાં 108 ની ટીમે પ્રામાણિકતા દાખવી: માર્ગ અકસ્માતના બે બનાવોમાં ઈજાગ્રસ્ત દર્દીના સગાને 2.42 લાખ તેમજ મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ પરત કરીજ્યારે અન્ય એક બનાવમાં દાહોદના યાદગાર ચોકડી પાસે 50 વર્ષની યુવાનનો એક્સિડન્ટ થયો હતો.જેની જાણ ૧૦૮ ઇમરજન્સી 108 ને થતાં તેઓએ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેની પાસેથી રોકડ 2200 રૂપિયા ,આધાર કાર્ડ ,એટીએમ કાર્ડ અને ૫ થી ૮ સિમકાર્ડ મળી આવ્યા હતાં. તે બધો જ કિંમતી સામાન  ૧૦૮ની ટીમે હોસ્પિટલના સ્ટાફને સલામત રીતે આપ્યો હતો.

 

error: Content is protected !!