Thursday, 21/11/2024
Dark Mode

ઉતરાયણ પર્વને લાગ્યો કોરોનાનું ગ્રહણ: પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો,

ઉતરાયણ પર્વને લાગ્યો કોરોનાનું ગ્રહણ: પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો,

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ઉતરાયણ પર્વને લાગ્યો કોરોનાનું ગ્રહણ: પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો, પતંગના ભાવોમાં પણ ઉછાળાના લીધે પણ ઘરાકી ઓછી હોવાનું જણાવતા વેપારીઓ  

દાહોદ તા.૧૨

ઉતરાયણ પર્વને લાગ્યો કોરોનાનું ગ્રહણ: પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો,ઉત્તરાયણને હવે ગણતરીના એક – બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જાણે ઉત્તરાયણ પર્વને પણ કોરોના ગ્રહણ લાગી રહ્યું છે તેમ પ્રતિત થઈ રહ્યું છે. હાલ દાહોદના પતંગ બજારોમાં દર વર્ષની માફક ભીડ જાેવા મળતી નથી. પતંગ, દોરાના વ્યાપરમાં પણ મંદી જાેવા મળી રહી છે. લગભગ ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે, ૧૩ જાન્યુઆરીના રોજ કદાચ બજારમાં પતંગ,દોરીની ખરીદી જાેવા મળી શકે તેમ લાગી રહ્યું છે.

દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓ દરેક તહેવારની રંગેચંગે ઉજવણી કરતાં હોય છે અને તેમાંય ખાસ કરીને દિવાળી અને ઉત્તરાયણના તહેવારોની તો મજા જ કંઈક અલગ હોય છે. આ બંન્ને તહેવારોને જિલ્લાવાસીઓ દર વર્ષે ધામધુમ પુર્વક ઉત્સાહભેર ઉજવણી કરતાં આવ્યા છે પરંતું ૨૦૨૦ના વર્ષમાં કોરોનાકાળનું ગ્રહણ લાગતાં એક પછી એક તમામ નાના મોટા તહેવારોની ઉજવણી ફીક્કી પડી હતી. પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખી અને કોરોના કાળમાં સ્વાસ્થ્યની ચિંતા કરી જિલ્લાવાસીઓએ પણ તમામ સ્તરે કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું જ છે. વાત કરીએ હવે ઉત્તરાયણ પર્વની તો દાહોદ શહેર સહિત જિલ્લાના પતંગ,દોરી બજારોમાં દર વર્ષ જેવી ભીડભાડ અને ઘરાકી જાેવા મળતી હતી તેવો માહોલ હાલ જાેવાતો નથી. દર વર્ષે ઉત્તરાયણના ૧૫ દિવસ પહેલા જ બજારમાં ભીડ જાેવા મળી જતી હતી અને ઉત્તરાયણના એક મહિના પહેલા અને ૧૫ દિવસ પહેલા તો પતંગો પણ ચગતી જાેવા મળતી હતી પરંતુ હાલના માહોલમાં તો ન તો આકાશમાં પતંગો જાે મળતી રહી છે અને ન તો બજારમાં તેજી. આવા સમયે પતંગ, દોરાનું વેચાણ કરતાં વેપારીઓ પાસેથી જાણવા મળ્યા અનુસાર, આ વર્ષે મહંદ અંશે પતંગ, દોરીના ભાવોમાં પણ વધારો થયો છે. સાથો સાથે ઘરાકી પણ હોવી જાેઈએ એટલી નથી પરંતુ ઉત્તરાયણના એક દિવસ પહેલા કદાચ ઘરાકી જાેવા મળશે તેવી વેપારીઓ દ્વારા આશા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીની કોરોના વધુ ન વકરે તે માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. પોત પોતાના ધાબા ઉપર રહી, એપાર્ટમેન્ટ કે બીજા જાહેર સ્થળોએ એકઠા ન થવા તેમજ એકબીજાના ધાબા ઉપર બહારની સોસાયટી બીજા લોકોને એન્ટ્રી ન આપવાની સુચનાઓ પણ કરી દેવામાં આવી છે તેમજ ડી.જે. ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ નિયમો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા હાલ તો દાહોદ શહેરવાસીઓ મક્કમ બન્યા છે.

—————

error: Content is protected !!