Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગુરુવાર હાટ બજારમાં મન ફાવતા ભાવ વસુલાત કરતા શાકભાજીના વેપારીઓ,શાકભાજીના વેપારીઓ સહિત પ્રજામાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગુરુવાર હાટ બજારમાં મન ફાવતા ભાવ વસુલાત કરતા શાકભાજીના વેપારીઓ,શાકભાજીના વેપારીઓ સહિત પ્રજામાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગુરુવાર હાટ બજારમાં મન ફાવતા ભાવ વસુલાત કરતા શાકભાજીના વેપારીઓ,શાકભાજીના વેપારીઓ સહિત પ્રજામાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન.

  સુખસર,તા.૭

      ફતેપુરા તાલુકાના સુખસરમાં દર ગુરૂવારે ભરાતા હાટ બજારમાં શાકભાજીના વેપારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની ગરીબ પ્રજાને શાકભાજીના આડેધડ ભાવો વસૂલાત કરી ધોળા દિવસે લૂંટી રહ્યા છે.તેમજ હાટ બજારમાં શાકભાજીનો વેપાર કરવા આવતા વેપારીઓ માસ્કનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.તેમજ વેપાર અર્થે આવતી પ્રજા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતી નજરે પડતી નથી.ત્યારે આવનાર સમયમાં કોરોના વાયરસ નો વિકરાળ પંજો સુખસર પંથકમાં હાહાકાર મચાવશે તેવું જણાઈ રહ્યું છે.

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગુરુવાર હાટ બજારમાં મન ફાવતા ભાવ વસુલાત કરતા શાકભાજીના વેપારીઓ,શાકભાજીના વેપારીઓ સહિત પ્રજામાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન   પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે દર ગુરૂવારે હાટ બજાર ભરાઈ રહ્યું છે.જેમાં સુખસર આસપાસના તથા બહારના શાકભાજીના વેપારીઓ આવી શાકભાજીનો ધંધો કરી રહ્યા છે.જેમાં કેટલાક શાકભાજીના વેપારીઓ આડેધડ ભાવો વસુલાત કરતા હોવાનું જાણવા મળે છે.જેમાં એક દુકાન ઉપર વીસ રૂપિયા કિલો શાકભાજી હોય તેજ શાકભાજી બીજી દુકાને ત્રીસ રૂપિયા વસુલાત કરવામાં આવી રહ્યા છે.તેમજ કેટલીક શાકભાજી બગડેલી આરોગ્યને હાનિકારક પણ વેચાણ કરવામાં આવતી હોવાનું નજરે જોતાં જણાઈ આવે છે.જ્યારે કેટલાક શાકભાજીના વેપારીઓ તોલમાપમાં પણ ગરીબ લોકોને છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળે છે.તદુપરાંત શાકભાજીનો વેપાર કરવા આવતા વેપારીઓ માસ્કનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.ત્યારે વેપાર અર્થે આવતી પ્રજા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતી ન હોવાનું નજરે જોતાં જણાઈ આવે છે.ત્યારે આવનાર સમયમાં કોરોનાનો કાળો કેર વર્તાય તે પહેલા માસ્કનો ફરજિયાત ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવામાં આવે તે આવશ્યક જણાય રહ્યું છે. જોકે સરકારે માસ્કનો તથા સોશિયલ ડિસ્ટન્સ નો નિયમ હટાવ્યો નથી તે પહેલા હાટ બજારમાં આવતી પ્રજા સહિત વેપારીઓ દ્વારા તેનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાય છે. ત્યારે નિયમનો ભંગ કરતા લોકો સામે કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવે તે હાલના સંજોગોને જોતાં ખૂબ જ જરૂરી જણાય રહ્યું છે. ત્યારે સુખસર હાટ બજારમાં શાકભાજીનો ધંધો કરતા વેપારીઓ શાકભાજીના ભાવોમાં પ્રજાને લૂંટે નહીં તેમજ વેપારીઓ તથા વેપાર અર્થે આવતી પ્રજા ફરજિયાત માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. અહીંયા જણાવવું જરૂરી છે કે,દર રવિવારે સુખસર બંધ રાખવામાં આવે છે તેના બદલે ગુરૂવારના રોજ સુખસર બંધ રાખવામાં આવે તો ગુરુવારનું હાટ બજાર બંધ રહેતા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેના ઉપર રોક લાવી શકાય. જોકે જિલ્લામાં દર રવિવારે બજારો બંધ રાખવામાં આવે છે.તેના બદલે જે દિવસ હાટ બજાર માટે નક્કી કરવામાં આવેલ છે તે દિવસે બજારો બંધ રાખવામાં આવે તો વકરતા રોગચાળા ઉપર અંકુશ લાવવા વધુ ફાયદો થાય તેમ પણ છે.

error: Content is protected !!