દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધતાં પ્રકોપને ધ્યાનમાં રાખી દાહોદ પ્રાંત અધિકારી અને નગરપાલિકાની ટીમ દ્વારા કોરોના સંદર્ભની સરકારની ગાઈડલાઈનનું ભંગ કરતાં દુકાનદારોને સામે લાલ આંખ કરી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું ત્યારે આજે વધુ એક હોટલને સીલ કરી દેવાતાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ શહેરમાં ચેકીંગ હાથ ધરી રહી છે અને સરકારની ગાઈડલાઈનનું ભંગ કરતાં દુકાનદારો,વેપારીઓ હોટલ વિગેરેને સ્થળ પર જ દંડ કરી તેઓના રોજગાર ધંધાને સીલ પણ કરવામાં આવી રહ્યા છે. દાહોદ શહેરમાં છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન ૧૦ થી વધુ દુકાન,હોટલ,નાસ્તાની દુકાનો વિગેરેને સીલ કરવામાં આવી છે ત્યારે આજે શહેરના ઠક્કર ફળિયા ખાતે આવેલ યાદગાર હોટલ (ફાસ્ટ ફુડ)ને પણ કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સીલ કરી દેવામાં આવી હતી.