દાહોદ તાલુકાના ધામરડા ગામેથી પસાર થતાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પરથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર: રેલવે પોલીસ તપાસમાં જોતરાઇ

Editor Dahod Live
1 Min Read

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા. 29

દાહોદ તાલુકા ના ધામરડાં ગામેથી પસાર થતાં દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પરથી અજાણ્યા યુવકની લાસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં  રેલ્વે પોલિસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના  ધામરડા ગામેથી પસાર થતો દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર કોઈક ટ્રેનની અડફેટે આવેલા  એક અજાણ્યા યુવકની લાસ જોવાતા ગ્રામજનો દ્વારા દાહોદ રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી હતી જેની જાણ થતાંજ દાહોદ રેલ્વે પોલીસ ઘટના

સ્થળે દોડી જઇ જોયું તો યુવક ટ્રેનની અડફેટમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલ છે.રેલ્વે પોલીસે સ્થાનિકો દ્વારા તપાસ કરતા યુવકની ઓળખાણ થવા પામી નહોતી.જોકે યુવકે સફેદ શર્ટ  અને સેલેથીયા કલરની પેન્ટના આધારે યુવક ના પરિવારની શોધખોળ કરવા રેલ્વે પોલિસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.હાલ રેલ્વે પોલીસે લાશનો કબજો લઈ દાહોદના સરકારી દવાખાનામાં પી.એમ.અર્થે મોકલી અકસ્માતનો મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share This Article