Wednesday, 30/10/2024
Dark Mode

દાહોદ:ઝાલોદ તાલુકા સબ રજીસ્ટારનું કોરોનાથી મોત

દાહોદ:ઝાલોદ તાલુકા સબ રજીસ્ટારનું કોરોનાથી મોત

  દાહોદ લાઈવ ડેસ્ક…..

દાહોદ તા. 21

ઝાલોદ તાલુકા સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય વસંતભાઈ ચૌહાણનું કોરોનાથી મૃત્યુ થયાં હોવાનું જાણવા મળતા તેમના પરિવાર સહીત અધિકારીઓ તેમજ ઝાલોદના વહીવટી તંત્રમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

વધુ મળતી માહિતી પ્રમાણે મુળ અમદાવાદ જિલ્લાના કુંવારા ગામના રહેવાસી અને છેલ્લા અઢી વર્ષથી ઝાલોદ સબ રજીસ્ટાર તરીકે ફરજ બજાવી રહેલા 51 વર્ષીય વસંતભાઈ દાનાભાઈ ચૌહાણ હાલમાં જ વિકરાળરૂપે પ્રસરેલી કોરોના મહામારીમાં સાચા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.આશરે વીસેક દિવસ પહેલા તેઓને કોરોના લક્ષણો દેખાતા તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.જે પોઝીટીવ આવ્યા બાદ તેઓ વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે આવેલી સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યાં પંદર દિવસની સારવાર દરમિયાન ગઈકાલે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.વસંતભાઈ ચૌહાણનું કોરોનાથી મૃત્યુ થયાંની જાણ તેઓના સ્વજનોમાં થતાં પરિવારમાં માતમ છવાઈ જવા પામી હતી. પોતાના કોરોના વોરિયર્સનું મોત થયાં હોવાની જાણ ઝાલોદના વહીવટીતંત્રમાં થતાં તેમની કચેરી સહીત સાથી કર્મચારીઓમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

error: Content is protected !!