દાહોદ:છેલ્લા પાચ દિવસમાં શહેરી વિસ્તારમાં કોરોનાના કેસોમાં આવ્યો ઉછાળો:કલેક્ટરશ્રી વિજય ખરાડીએ નાગરિકોને તહેવારના ઉત્સાહમાં ભીડભાડ, મેળાવડા અને ખોટી અવરજવરથી દૂર રહેવા અપીલ કરાઈ

Editor Dahod Live
3 Min Read

 દાહોદ લાઈવ……

છેલ્લા પાચ દિવસમાં શહેરી વિસ્તારમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં,કલેક્ટરશ્રી વિજય ખરાડીએ નાગરિકોને તહેવારના ઉત્સાહમાં ભીડભાડ, મેળાવડા અને ખોટી અવરજવરથી દૂર રહેવા કરી અપીલ

દાહોદ, તા. ૧૮ :

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક સંદેશામાં જણાવ્યું છે કે, તહેવારોમાં શહેરી વિસ્તારમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને નાગરિકોએ આ બાબતે સ્વયંશિસ્ત રાખવી ખૂબ જ જરૂરી છે. માટે નાનામોટા મેળાવડા ટાળવા જોઇએ, ખોટી અવરજવર ન કરવી જોઇએ અને તંત્ર અને સરકારની ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવું જોઇએ.

કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, નવા વર્ષની શુભેચ્છા. છેલ્લા ચાર પાચ દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ખાસ કરીને આ કેસો શહેરી વિસ્તારમાંથી વધારે આવે છે. જયા ભીડભાડ વધારે હોય જયાં લોકો વધારે ભેગા થતા હોય એવા વિસ્તારમાંથી કેસો વધારે આવી રહ્યાં છે. દાહોદ જિલ્લાના અને ખાસ કરીને શહેરી વિસ્તારના નાગરિકોને વિનંતી છે કે, આપણે અત્યારે બહાર જવાનું ટાળવું જોઇએ. અત્યારે તહેવારનો મૌસમ છે પણ ઘણાં ખરા કેસો અવરજવર કરતાં હોય એવા લોકોમાંથી વધારે આવે છે. એટલે નાનામોટા મેળાવડાં લગ્ન કે બર્થે ડે પાર્ટી કે બીજા કોઇ પણ કારણસર અન્ય કોઇ પણ પ્રકારના સામાંજિક કે ધાર્મિક મેળાવડા અત્યારે બંધ જ રાખવા જોઇએ. અને માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવવાનું તંત્ર દ્વારા હંમેશા કહેતા આવીયા છીએ. ઘણા બધા બેજવાબદાર લોકો તંત્ર અને સરકારની ગાઇડલાઇનનું પાલન નથી કરતા. માર્કેટમાં ઘણાં બધા લોકો એવા જોવા મળે છે માસ્ક પણ પહેરતાં નથી. આ બધાને મારી વિનંતી છે કે તંત્ર અને સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત રીતે પાલન કરીએ. જેથી કોરોનાના નવા કેસોને અટકાવી શકીએ. 

Contents

આવનારા સમયમાં જયાં પણ કોરોનાના નવા કેસો આવશે આપણે કન્ટેઇનમેન્ટ વિસ્તાર પણ જાહેર કરીશું. જેથી સૌ લોકોનો સહકાર મળે અને કન્ટેઇનમેન્ટ વિસ્તારના નિયમોનું સારી રીતે પાલન થઇ શકે. અત્યારે ખૂબ જરૂરી છે કે કામ સિવાય બહાર નીકળવાનું ટાળીએ જેથી સંક્રમણ ટાળી શકીએ. કોરોના ડરવાનું નથી પરંતુ દરેક સેફટી પ્રોટોકોલનું જેટલું કડકાઇથી પાલન કરીશું એટલું જ કોરોનાથી બચી શકીશું.
જેટલા પણ નવા કેસો આવી રહ્યાં છે એ શહેરી વિસ્તારમાંથી આવે છે જે લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઇ રહ્યાં છે અને પાછા આવી રહ્યાં છે તથા કોઇ પણ જાતના સેફટી પ્રોટોકોલ, કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરતા નથી તેઓ કોરોનાના ભોગ બની રહ્યાં છે એ સપષ્ટ દેખાઇ રહ્યું છે. તેથી સ્વંયશિસ્ત સાથે કોરોના સામે સાવચેતીના તમામ નિયમોનું પાલન કરીશું તો કોરોનાથી અવશ્ય બચાવ થશે.
૦૦૦

Share This Article