Friday, 22/11/2024
Dark Mode

દાહોદમાં રેલવે અધિકારીના ઘરમાં લૂંટનો મામલો: 6 લાખ ઉપરાંતના લૂંટના બનાવમાં ચાર અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

દાહોદમાં રેલવે અધિકારીના ઘરમાં લૂંટનો મામલો: 6 લાખ ઉપરાંતના લૂંટના બનાવમાં ચાર અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૦

દાહોદ શહેરમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં ગતરોજ રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન અજાણ્યા ચાર લુંટારૂઓએ ઘરમાં એકલા બે બાળકોને બંધક બનાવી રૂા.૬,૨૨,૦૦૦ ની મત્તાની સનસાનીટ ભરી લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર થઈ જવાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ સાથે ભય ફેલાયો છે. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ડોગ સ્કોવોર્ડની મદદ તેમજ આસપાસના સીસીટીવ ફુટેજાેની પણ તપાસ આરંભ કરી લુંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

દાહોદના બોરડી રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતાં અને મુળ બિહારમાં રહેતા રાકેશકુમાર શ્રીરામેશ્વર ઠાકુર રાજપુતે દાહોદ શહેરમાં શ્રીનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. ગતરોજ એટલે કે, તારીખ ૦૯મી નવેમ્બરના રોજ પોતાના બે બાળકો જેમાં એક ૧૨ વર્ષીય બાળકી અને એક ૦૮ વર્ષીય બાળકોનો આ દિવસે એકસાથે જન્મ દિવસ હોય બજારમાં રાકેશકુમાર પોતાની પત્નિને સાથે લઈ કેક લેવા ગયા હતા. આ દરમ્યાન ઘરમાં હાજર બંન્ને બાળકોને અજાણ્યા ચાર લુંટારૂઓ બાળકોને ડરાવી, ધમકાવી, મારી નાંખવાની ધમકી આપી મકાનનો દરવાજાે ખોલાવ્યો હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી સોના – ચાંદીના દાગીના કિંમત રૂા.૫,૭૨,૦૦૦ અને રોકડા ૫૦ હજાર રૂપીયા એમ કુલ રૂા.૬,૨૨,૦૦૦ ની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી ગયા હોવાની ફરિયાદ રાકેશકુમાર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

 

error: Content is protected !!