આકાશી વીજળી પડતા ઘરના પંખા, લાઈટ, ટીવી સહિતના વીજ ઉપકરણો બળી ગયા,
દાહોદ ડેસ્ક તા -19
દાહોદ શહેરમાં આજરોજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદે સમગ્ર શહેરને વરસાદી પાણીથી તરબોળ કરી મૂક્યું હતું. દાહોદ શહેરના ઉકરડી રોડ સુદામા નગરમાં આવેલ એક રહેણાંક મકાન ઉપર વીજળી પડતા મકાન ક્ષતિગ્રસ્ત
થઇ ગયો હતો અને વીજળી પડવાથી મકાનમાં લાગેલ વીજઉપકરણો બળી જતા મકાન માલિકને હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યો હોવાનું જાણવા મળેલ છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને સૂર્યનારાયણ દર્શન દેતા આકરા તાપના લીધે દરમિયાન ભારે બફારાના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજરોજ બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પાડ્યો હતો અને માત્ર 2કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા હતા તેવા સમયે શહેરના ઉકરડીરોડ સુદામાનગર ખાતે રહેતા સુભાષ તેજરામ શર્માના મકાન પર વીજળી પડતા મકાનમાં હાજર લોકો ઘબરાઇને બહારની તરફ દોડી આવ્યા હતા. એકાએક પડેલી વીજળીના કારણે સુભાષ ભાઈ નો મકાન ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારે વીજળી પડવાથી સુભાષભાઈ તેમજ તેમના ભાડુઆત પુષ્પાબેન કપાસીયાના ઘરમાં લાગેલ ટીવી, ફ્રિજ, પંખા સહિતના વીજ ઉપકરણો બળીને ખાક થઈ જતા મકાન માલિકને હજારો રૂપિયાનું નુકશાન પહોંચ્યાનું જાણવા મળેલ છે