Thursday, 21/11/2024
Dark Mode

લીમખેડામાં જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાનો મામલો:રાજ્યના પોલીસવડા દ્વારા પીઆઇ તેમજ મહિલા પી.એસ.આઈ સહીત બે પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસબેડામાં ખળભળાટ

લીમખેડામાં જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાનો મામલો:રાજ્યના પોલીસવડા દ્વારા પીઆઇ તેમજ મહિલા પી.એસ.આઈ સહીત બે પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસબેડામાં ખળભળાટ

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૭

ગાધીનગર સ્ટેટ વીજીલન્સ ટીમ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં મસમોટા જુગાર ધામ પર રેડ પાડી ૨૬ જેટલા જુગારીઓને ઝડપી પાડવાની ઘટનાના પ્રત્યાઘાત ઉચ્ચસ્તરીય પડતા લીમખેડા ના પી.આઈ. અને પી.એસ.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા હોવાની ખબરો સાથે દાહોદ જિલ્લા પોલીસ આલમમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગતરોજ લીમખેડા નગરના શાસ્ત્રી ચોક ખાતે ધમધમતા જુગાર ધામ ઉપર ગાધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમે ઓચિતી છાપો મારતાં જુગારીઓમા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લેતા ૨૬ જેટલા નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે બીજા કેટલાક નાસી જવામા સફળ પણ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૧ લાખ રૂપીયા, ૨૪ મોબાઈલ ફોન, પાચ વાહનો મળી કુલ રૂા.૩.૪૩ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યાે હતો. આ સમગ્ર ઘટનામા સ્થાનીક પોલીસ ઉઘતી ઝડપાઈ હોવાનું પ્રતિત થતાં મોડીરાત્રે એક્શનમાં આવેલ dgp. દ્વારા લીમખેડાના પી.આઈ. કે.એલ.પટણી અને પી.એસ.આઈ. એસ.બી.નકુમને સસ્પેન્ડ કરી દેતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામા સ્તબ્ધતા સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો.

error: Content is protected !!