Friday, 22/11/2024
Dark Mode

સુખસરમાં નાણાંની લેવડ દેવડના મામલે લઘુમતી સમાજના યુવકોએ આદિવાસી સમાજના યુવકને ફટકાર્યો:પોલિસે લઘુમતી સમાજના ત્રણ યુવકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો

September 19, 2020
સુખસરમાં નાણાંની લેવડ દેવડના મામલે લઘુમતી સમાજના યુવકોએ આદિવાસી સમાજના યુવકને ફટકાર્યો:પોલિસે લઘુમતી સમાજના ત્રણ યુવકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો

 હિતેશ કલાલ :- સુખસર 

સુખસરમાં નાંણાની લેવડ દેવડની તકરારમાં લઘુમતી સમાજના યુવકો સામે એટ્રોસીટીની ફરિયાદ નોધાઈ,વેલ્ડીંગના કામ બાબતે એડવાન્સ લીધેલાં નાણાં બાબતે થયેલી તકરાર, ડીવાયએસપીએ સ્થળ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી.

 સુખસર તા.19

ફતેપુરા તાલુકાના સુખસરમાં શુક્રવારની સાંજના સમયે બસ સ્ટેશન વિસ્તારમાં નાણાંની લેવડદેવડ માટે લઘુમતી સમાજ અને આદીવાસી સમાજના યુવક વચ્ચે તકરાર થઇ હતી જેમાં લઘુમતી સમાજના ત્રણ યુવકો સામે મારામારી અને એટ્રોસિટીનો ગુનો દાખલ થયો હતો. ડીવાયએસપી સહિત પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસરમાં રહેતા ધવલ કુમાર મહેશભાઈ રાઠોડ વેલ્ડીંગ નો ધંધો કરે છે જેઓને સ્ટેશન વિસ્તારમાં દુકાન કરતા આસિફ સિસોલી એ લોકડાઉન પહેલા વેલ્ડીંગ ના કામ બાબતે આઠ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા પરંતુ લોક ડાઉન થઈ ગયું હોવાથી કામથી શક્યું ન હતું જેથી ૮૦૦૦ માં થી ૫૦૦૦ પરત આપી દીધા હતા મને ત્રણ હજાર માંથી દુકાનમાં પતરાનો શેડ માર્યો હતો તેના નાણાં કાપી બાકી નીકળતા 1200 રૂપિયા આપવાના બાકી હતા જે બાબતે નાણાંની લેવડદેવડ બાબતે ફોન પર વાત કર્યા બાદ શુક્રવારના સાંજના સમયે ધવલ બસ સ્ટેશન પર આસિફની દુકાને નાણા આપવા ગયો હતો જેમાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી તેમજ આશિફ સિસોલી આદિલ સિસોલી અને શકીલ સિસોલીએ જાતિ અપમાનીત શબ્દો બોલી માર માર્યો હતો જેને લઇને પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સુખસર પોલીસે તાત્કાલિક પહોંચી જઈ સ્થિતી કાબૂમાં લીધી હતી અને ધવલ રાઠોડ ની ફરિયાદના આધારે ત્રણ યુવકો સામે મારામારી અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો હતો ડીવાયએસપી બી.વી જાદવ સહિતનો કાફલો આવી સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થિતિ વધુ વણસે નહીં તે અર્થે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

error: Content is protected !!