શબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના વડવાસ ગામે લીમડા હનુમાનજી મંદિરના પરિસરમાં 70 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું,વડાપ્રધાન મોદીના 70 વર્ષ નિમિત્તે 70 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું,ફતેપુરા તાલુકા ભાજપ દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા.
ફતેપુરા તા.16
Contents
- શબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
- ફતેપુરા તાલુકાના વડવાસ ગામે લીમડા હનુમાનજી મંદિરના પરિસરમાં 70 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું,વડાપ્રધાન મોદીના 70 વર્ષ નિમિત્તે 70 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું,ફતેપુરા તાલુકા ભાજપ દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા.
- ફતેપુરા તા.16
- ફતેપુરા તાલુકાના વડવાસા ગામે આવેલ લીમડા હનુમાનજીના મંદિરના પરિસરમાં ભારતીય જનતા પક્ષ ફતેપુરા તાલુકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો વડાપ્રધાન મોદીના 70 વર્ષની જન્મદિન નિમિત્તે રાખેલ વૃક્ષ રોપણ કાર્યક્રમ માં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલિયાર ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ પારગી કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ ડો. અશ્વિનભાઈ પારગી ભાવેશભાઈ પટેલ ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચ રૂ ભાઈ પ્રજાપતિ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વડાપ્રધાન મોદીના જન્મ જયંતી નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 14 9 2020 થી તારીખ 20 9 2020 સુધીમાં સ્વચ્છતા અભિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાન જેવા કાર્યક્રમો નો આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે તાલુકાના વડવાસ ગામે આવેલ લીમડા હનુમાનજીના મંદિરના પરિસરમાં ભારતીય જનતા પક્ષ ના દાહોદના પ્રમુખ શંકર ભાઈ અમલીયાર તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વરદ હસ્તે 70 વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉજવણી ભાગરૂપે સરકારી હોસ્પિટલના દર્દીઓને પણ ફળફળાદી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
