Thursday, 21/11/2024
Dark Mode

સુખસર:દાહોદથી મોરબી જતી એસ.ટી. બસના ડ્રાઇવર-કંડકટરના મનસ્વીપણા વિરુદ્ધ ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ

સુખસર:દાહોદથી મોરબી જતી એસ.ટી. બસના ડ્રાઇવર-કંડકટરના મનસ્વીપણા વિરુદ્ધ ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ

    બાબુ સોલંકી :- સુખસર  

દાહોદ થી મોરબી જતી એસ.ટી. બસના ડ્રાઇવર-કંડકટરના મનસ્વી પણા વિરુદ્ધ ઉચ્ચસ્તરે રજૂઆત, શ્રમિક મુસાફરોના રિઝર્વેશન બાદ બસ સ્ટેશન ઉપર એસ.ટી.બસ નહી લાવી બાયપાસ ઉપરથી હંકારી જતા રજૂઆત કરાઈ.

 સુખસર,તા.૧૩

દાહોદ થી મોરબી જતી એસ.ટી. બસના ડ્રાઇવર-કંડકટર વિરુદ્ધ લાગતા વળગતા તંત્રને રજૂઆત કરી ફરજ પ્રત્યે બેદરકારી અને નિષ્કાળજી દાખવી રસ્તામાં રાત્રિના સમય દરમિયાન મુસાફરોને રખડાવી દઈ મનસ્વીપણે ફરજ બજાવનાર ડ્રાઇવર તથા કંડકટરની સામે કાયદેસરની ખાતાકીય કાર્યવાહી કરવા સંજેલીના સામાજિક કાર્યકર સોમાભાઈ દલજીભાઇ કટારા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ થી રાત્રિના સવા સાત વાગ્યાના અરસામાં ઉપડી મોરબી જતી એસ.ટી બસ પીપલોદ ગોધરા થઇ દોડાવાઈ રહી છે.આ એસ.ટી બસમાં ૮ સપ્ટેમ્બર-૨૦ના રોજ બે મુસાફરો જેમાં એક વિધવા બહેન રાવત મીનાબેન દિનેશભાઈ તથા રાવત સુરતાનભાઈ મનજીભાઈ રહે. મલેકપુરના ઓએ મોરબી જવા માટે પિપલોદથી મોરબી જવા માટે સ્લીપર કોચ બસનુ ટિકિટ ભાડું રૂપિયા ૬૫૦/- આપી ઓનલાઇન ટિકિટ રિઝર્વેશન કરાવેલ હતું. ત્યારબાદ આ બંને મુસાફરો મજુરી કામે જવા માટે પાંચેક વાગ્યાના સમયથી પિપલોદ બસ સ્ટેશન ઉપર સરસામાન સાથે આવી પહોંચ્યા હતા.અને એસ.ટી બસની રાહ જોતા ઉભા હતા.તેમ છતાં એસ.ટી.બસ આવવાનો સમય વીતી જવા છતાં એસ.ટી.બસ પીપલોદ બસ સ્ટેશન ઉપર આવી ન હતી.જેથી કંડકટરનો મોબાઈલ નંબર મેળવી ડાયલ કરતાં તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવ્યો હતો.અને જાણવા મળ્યું હતું કે,દાહોદ થી મોરબી જતી એસ.ટી બસ સ્ટેશન ઉપર નહીં આવતા હાઈવે બાયપાસ રોડ ઉપરથી નીકળી ગઈ હોવાની જણાતા બંને મુસાફરો રાત્રિના સમયે મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.ત્યારે આ બાબતની જાણ કરવા દાહોદ ડેપો કંટ્રોલરને લેન્ડલાઈન ઉપર બે થી ત્રણ વાર ફોન કરવા છતાં ફોન રિસિવ કર્યો ન હતો.બીજી બાજુ આ બંને મુસાફરો ને એસ.ટી બસ ન મળી અને પૈસા પણ પાસે ન હતા.ત્યારે રાત્રિના સમયે સામાન સાથે જવું ક્યાં નો પ્રશ્ન ઉપસ્થિત થતા મુશ્કેલીમાં મુકાયા હતા. અને નાછૂટકે રજળી પડેલા બે મુસાફરોએ પોતાના વતનમાં મોબાઈલ થી જાણ કરતાં રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં મોટરસાયકલ દ્વારા પરત વતનમાં જવાની ફરજ પડી હતી.
ઉપરોક્ત બાબતે રજૂઆત કરતા સોમાભાઈ દલજીભાઇ કટારા નાઓએ જણાવ્યું છે કે,શ્રમિકોના રિઝર્વેશન ટિકિટ નાણાનું રિફંડ દિન ત્રણ માં નહીં ચૂકવાય તો નાછૂટકે આ બાબતે દાહોદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જવાની ચીમકી સાથે મનસ્વી રીતે ફરજ બજાવતા ડ્રાઇવર કંડક્ટરની સામે યોગ્ય પગલાં ભરી રૂટ બદલી અન્ય ઈન્ટર ડીવીઝનમાં બદલી કરવામાં આવેની માંગ સાથે વિભાગીય નિયામક રાજકોટ,ડેપો મેનેજર મોરબી તથા દાહોદ તથા સચિવશ્રી,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સહિત વાહન વ્યવહાર મંત્રી ગાંધીનગર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!