બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાની વટલી મુખ્ય શાળા ખાતે વિશ્વ કૃમિનાશક દિવસ અંતર્ગત આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો*
સુખસર,તા.12

ફતેપુરા તાલુકાના વટલી ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે જાગૃતિ માટે તેમજ કૃમિ વિશે જાણકારી મળી રહે તે ઉદેશ્ય થી આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવતના સૂચના અન્વયે તેમજ ફતેપુરા તાલુકા આરોગ્ય ઓફિસર શ્રી સુરેશ અમલિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધવાના વટલી આયુષ્માન આરોગ્ય મંદિર વટલી CHO આરોગ્ય કર્મચારી દ્વારા નીચે મુજબના મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં 
કૃમિ થી પીડિત બાળકોને કુપોષણ અને એનિમિયા થવાની શક્યતા વધી જાય છે,કૃમિના કારણે બાળકો થાક અનુભવે છે,કૃમિના કારણે બાળકોનો શારીરિક વિકાસ તેમજ માનસિક વિકાસ અટકી શકે છે.સાથે જ કૃમિથી બચવાં માટે બાળકોમાં સ્વછતા જાળવવી જરૂરી છે ખાસ કરીને હાથ ધોવાની સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છૅ.શાળાના તમામ બાળકોને કૃમિનાશક અલબેન્ડાઝોલ ગોળી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ આરોગ્ય વિભાગ,આયુષમાન આરોગ્ય મંદિર વટલી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સાવિત્રીબેન બારીયા અને આરોગ્ય કર્માચારી શ્રી રાજુભાઈ પ્રજાપતિ અને શાળાના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.
