ગરબાડા છરછોડામાં પોલીસ કોમ્બિંગ દરમિયાન દારૂ મળતા પોલીસ સાથે ઝપાઝપી,6 આરોપી ઝડપાયા  ASI સાથે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી, 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા છરછોડામાં પોલીસ કોમ્બિંગ દરમિયાન દારૂ મળતા પોલીસ સાથે ઝપાઝપી,6 આરોપી ઝડપાયા

 ASI સાથે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી, 

51 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી પોલીસએ ગણતરીના કલાકોમાં તમામને જેલ ભેગા કર્યા

દાહોદ તા.11

ગરબાડા તાલુકાના છરછોડા ગામે વોન્ટેડ આરોપીની શોધખોળમાં કોમ્બિંગમાં ગઈ હતી. આ દરમિયાન એક રહેણાંક ઘરમાં કોમ્બિંગ દરમિયાન વિદેશી દારૂ મળી આવતા જેસાવાડા પોલીસ મથકના ASI સાથે ઝપાઝપી અને મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે ચાર પુરુષ બે મહિલાઓ સહિત છ લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જેલ ભેગા કરી દીધા હતા સાથે જ ભવિષ્યમાં પોલીસ સાથે સંઘર્ષમાં ન આવે તે માટેના પાઠ પણ ભણાવ્યા હતા. 

 

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકમાં બે દિવસ અગાઉ બનેલી ઘટનાએ પોલીસ તંત્રને હચ મચાવી મૂકી હતી. જેમાં ગરબાડા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા સિરાજ અબ્દુલ્લા શેખ પોલીસ મથકની સરકારી ગાડી સાથે ગરબાડા તાલુકાના છરછોડા ગામે વોન્ટેડ આરોપીઓની તલાશમાં કોમ્બિંગ અર્થે આવ્યા હતા. આ દરમિયાન તેઓને એક રહેણાંક મકાનમાં તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 51 બોટલો મળી 16,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસની પ્રોહિબિશન કાર્યવાહીમાં કાંતિ ભાભોર રહેવાસી છરછોડાએ વિધ્ન નાખી એસઆઈ સિરાજ શેખ સાથે ઝપાઝપી કરી શર્ટના બટન ફાડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસે બળ પ્રયોગ કરી મુદ્દામાલ લઈ જેસાવાડા પોલીસ મથકે આવી ગઈ હતી. આ અરસામાં છરછોડા ગામના નવલ ભાભોર, શાનું ભાભોર,સતીશ ભાભોર, મંજુલાબેન ભાભોર તેમજ શાંતાબેન ભાભોરે જેસાવાડા બજારમાં પોલીસ સાથે માથાકૂટ કરી અમારા ત્યાં રેડ કેમ પાડો છો. તેમ કહી ઘર્ષણમાં ઊતર્યા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ બનાવ બાદ asi સિરાજ શેખ દ્વારા જેસાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ પોલીસે ગણતરી ના કલાકોમાં ઉપરોક્ત તમામની ધરપકડ કરી લીધી હતી. અને ભવિષ્યમાં પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરે તે માટે પદાર્થપાઠ ભણાવ્યો હતો..

Share This Article