રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસે સપાટો બોલાવ્યો : અશોક લેલન ગાડી ની કિંમત મળી પોલીસે એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
અશોક લેલન ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂનો રૂપિયા 80.64 લાખના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી
દાહોદ તા.૨૫

દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસે એક અશોક લેલન ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂપીયા ૮૦,૬૪,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે અશોક લેલન ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧,૦૦,૬૯,૦૦૦ અશોક લેલન ગાડીના ચાલકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૨૪મી જાન્યુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક અશોક લેલન ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. અશોક લેલન ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક ગોપારામ ખેતારામ ચોંધરી (રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે અશોક લેલન ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૫૨૫ જેમાં બોટલો નંગ.૯૪૮૦ કિંમત રૂપીયા ૮૦,૬૪,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે અશોક લેલન ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧,૦૦,૬૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં એક અજાણ્યો ઈસમ તથા અન્ય એક વડોદરાના ઈસમની મદદગારી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
