રાજેશ વસાવે :- દાહોદ
પ્રેમી પંખીડા કોચિંગ ક્લાસનું કહી ઘરેથી ભાગ્યા, ઇન્દોર થી મથુરા જવાની જગ્યાએ ભૂલથી દાહોદ આવ્યા.!
દાહોદ પોલીસે મધ્યપ્રદેશની લગ્ન કરવા ભાગેલા બે બાળ કિશોર પ્રેમી પંખીડાને MP પોલીસને સુપરત કર્યા.
દાહોદ તા.23

દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે ગુજરાત રેલ્વે પોલીસના સ્ટાફના માણસોએ ગત 20 જાન્યુઆરીએ રાત્રીના 11 વાગ્યાના સમય દરમિયાન પ્લેટફાર્મ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી તેવા સમયે પ્લેટફાર્મ નંબર 2-3 ઉપર બે સગીર વયની છોકરીઓ તથા બે છોકરાઓ શકમંદ હાલતમાં મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેઓ મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું અને પોત પોતાના ઘરેથી લગ્ન બંધનમાં બંધાવા માટે ભાગીને આવ્યા હોવાનું જણાવ્યું હતું.અને આ સગીર વયની છોકરીઓની સાથે ઉત્તરપ્રદેશના મથુરા વુંદાવન ખાતે જઈ અને લગ્ન કરવાના હોવાનું જણાવ્યું હતું પરંતુ તેઓ ચારેય જણા ઇન્દોરથી મથુરા જવાના બદલે બીજી ટ્રેનમાં બેસી જતા તેઓ દાહોદ સુધી આવી પહોંચ્યા હતા ત્યારે તમામને GRP પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરી તેમના માતા પીતા સાથે સંપર્ક થતા તેઓના માતા પિતાએ જણાવ્યું હતુંકે અમારી છોકરીઓ ગત 19 જાન્યુઆરી ના દિવસેથી કોચિંગ ક્લાસમાં જવાનુ કહી ઘરેથી નીકળી ગયેલીયો હતી ત્યારે અમે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના શમશાવાદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવેલો છે તેમ જણાવતા દાહોદ GRP પોલીસે શમશાવાદ પોલીસ મથકમાં જાણકારી આપતા શમશાવાદ પોલીસ દાહોદ આવી જતા આ ચારેય સગીર વયના પ્રેમી પંખીડાઓને મધ્યપ્રદેશ પોલીસને સોપવામાં આવ્યા હતા ત્યારે અપહરણ અંગેનો ગુનો નોંધાતા મધ્યપ્રદેશ પોલીસે દાહોદથી ઝડપાયેલા આ ચારેય પ્રેમી પંખીડાઓને લઈને મધ્યપ્રદેશ પોલીસ રવાના થઈ હતી.
