ગરબાડા તાલુકાની દસ પીએચસીમાં કોરોનાના 3336 રેપિડ ટેસ્ટ લેવાયા.પંથકમાં કરવામાં 67 લોકો સંક્રમિત દર્દીઓ નોંધાયા
ગરબાડા તા.29
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા વધુમાં વધુ ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પી.એચ.સીમાં પણ રેપિડ ટેસ્ટ લેવાનું ચાલુ કરવામાં આવ્યું.ગરબાડા તાલુકાની 23, 9531ની વસ્તીમાં 10 આરોગ્ય કેન્દ્રો આવેલા છે.જેમાં પી.એચ.સી દીઠ દરરોજ કોરોનાના એન્ટીજન રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે.ગરબાડા તાલુકાની 10 પી.એચ.સી માં કુલ આજદિન સુધી 3336 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં 67 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા.તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા માહિતી આપતા જેમાં 2 વ્યક્તિઓના શંકાસ્પદ કો ઓરબીટ મૃત્યુ પણ થયા.હાલમાં તાલુકામાં 10 એક્ટિવ કેસ છે અને ૫૭ લોકો કોરોનાને મહાત આપી સાજા થયા છે તાલુકા આરોગ્ય તંત્રના સરાહનીય પ્રયાસ થી તાલુકામાં કોરોના નું સંક્રમણ પણ અટકાવી શકાયું છે.લોકોને જાગૃત કરવા અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે અને ડોર ટુ ડોર સર્વે કરી લોકોના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી..