મહેન્દ્ર ચારેલ સંજેલી
પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ સંદર્ભે SOG પોલીસની રેડ.
સંજેલીની સાવરીયા મોબાઈલ દુકાનમાંથી ૮૯ હજાર ઉપરાંતનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ પકડાયા ..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મથક એવા સંજેલી નગરમાં આવેલ એક મોબાઈલ શોપમાં દાહોદ એસ ઓ જી પોલીસે ઓચિંતો છાપો મારી પ્રતિબંધિત એવા ચાઈનીઝ દોરીના ફિરકા તેમજ ચાઈનીઝ તુક્કલો મળી રૂપિયા ૮૯,૭૦૦નો મુદ્દામાલ પકડી પાડી દુકાનદારની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પક્ષીઓ તેમજ માનવ જીવને જોખમ રૂપસાબિત થતા ચાઈનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલ પર સરકાર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક દુકાનદારો ઉતરાયણ પર્વે ચાઈનીઝ દરીનું વેચાણ કરતા હોય છે. પરમ દિવસે જ દાહોદમાં ચાઈનીઝ દોરીથી એક બાઈક સવાર યુવાનનું ગળું કપાતા તેને સારવાર માટે દવાખાનામાં ખસેડવો પડયો હતો. જ્યાં તેના ગળાના ભાગે ૬૦થી ૭૦ જેટલા ટાંકા લેવા પડ્યા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ એસ.ઓ.જી. દાહોદ હતા. આવી ઘટનાઓને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ પોતાના ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રતિબંધિત એવી ચાઈનીઝ દોરીના ચોરી છુપીથી થતા વેચાણ પર બાજ નજર રાખી રહી છે. તેવા સમયે સંજેલી નગરનાં કુંભારવાડામાં રહેતા યશવંતભાઈ ખૂબીલાલ જીનગર સંજેલી નગરમાં સંતરામપુર રોડ પર આવેલ સાવરિયા મોબાઈલ નામની પોતાની દુકાનમાં પ્રતિબંધિત એવી ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલ રાખી વેચાણ કરતો હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસ.ઓ.જી. પોલીસ ને મળી હતી. જે બાતમીના આધારે એસ.જે. રાણા, પી.એસ.આઇ. એમ.એમ. માળી, એ.એસ.આઈ જયેશકુમાર શાંતિલાલ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ સુબાભાઈ, ગણપતભાઈ મીઠલુંભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ મનસુખ ભાઈ તથા હેમંતકુમાર અમૃતભાઈ વગેરેની ટીમે ગઈકાલે બાતમીમાં દર્શાવેલ સંજેલી ગામે સંતરામપુર રોડ પર આવેલ સાવરીયા મોબાઇલ નામની દુકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. અને દુકાનમાંથી રૂપિયા ૭૫,૦૦૦ની કિંમત ચાઈનીઝ દોરીના ફિરકા નંગ.૧૫૦ તથા રૂપિયા ૧૪,૭૦૦ની કિંમતની ચાઈનીઝ તુક્કલ નંગ.૪૯૦ મળી કુલ રૂપિયા ૮૯,૭૦૦નો પ્રતિબંધિત મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દુકાન માલિક સંજેલી ગામના કુંભારવાડામાં રહેતા યશવંતભાઈખૂબીલાલ જીનગરની અટકાયત કરી તેના વિરુદ્ધ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
