દાહોદ પોલીસમાં આંતરિક બદલીઓનો દોર,8 પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બે પી.એસ.આઇ બદલાયા..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ પોલીસમાં આંતરિક બદલીઓનો દોર,8 પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બે પી.એસ.આઇ બદલાયા..

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લા પોલીસવડાએ વહીવટી સુધારણા તેમજજનહિતને ધ્યાને લઈ જિલ્લામાં આંતરિક બદલીનો ગંજીફો ચિપ્યાનુ જાણવા મળ્યું છે.

 

વહીવટી સુધારણા તેમજ જનહિતને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ જિલ્લામાં આંતરિક બદલીઓનો ગંજીફો ચીપી બદલી માટેનો હુકમ જારી કર્યો છે. જેમાં દાહોદ એ ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસડી સરવૈયાની સાગટાળા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સાગટાળા પીએસઆઈ ડીએસ લાડની દાહોદ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીપી કરનારાની દાહોદ એસ.પી કચેરી, એલ આઈબી ઓફિસમાં બદલી કરવામાં આવી છે જ્યારે એલ.આઈ.બી પીઆઈ ડીએમ ઢોલની દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. પેરોલ ફર્લો પીઆઇ સીઆર દેસાઈની સાગટાળા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. સંજેલી પીઆઈ કે આર રાવતની મહિલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે જયારે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે રાજપુતને દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે. દેવગઢ બારિયા પીઆઈ બી કે ચાવડાને લીમખેડા પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે લીમખેડાના પીઆઈ કેસી વાઘેલાની પેરોલ ફર્લોમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે સાગટાળા પી.આઈ. જી.બી. પરમારની સંજેલી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવીછે.

Share This Article