ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડી ખાતે 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયો ..
દાહોદ તા. ૨૪
ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડી ખાતે આજ રોજ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ દરમિયાન પોર્ટેબલ X-Ray મશીન દ્વારા વિવિધ કેટેગરીના કુલ 322 લાભાર્થીઓના X-Ray લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોરના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની BP, ઊંચાઈ, વજન, HIV અને RBS સ્ક્રીનિંગ સહિતની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી. ઉપરાંત, લાભાર્થીઓને ટીબીના રોગના લક્ષણો, જરૂરી કાળજી તથા સમયસર નિદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમને જિલ્લા પંચાયત સભ્યશ્રી મુકેશભાઈ ડામોર, મહુડી પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. વિશ્વનાથ મુનીયા, ડૉ અર્પિત પારગી,ડૉ. પિયુષ લબાના, ડૉ. મમતા ડામોર, તાલુકા ટીબી સુપરવાઈઝર સતીશભાઈ ગરાસીયા, PHC ઇનચાર્જ મેલ સુપરવાઈઝર જેસિંગભાઈ ચારેલ, CHO નોડલ સુનિલભાઈ પડવાલ, તેમજ FHS/MPHW, FHW અને આશા બહેનોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.
જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન…