Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ તાલુકા પંચાયતની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં:કચેરી કાર્યાલયમાં વરસાદી પાણી ભરાઈ જતા સરકારી રેકોર્ડ પાણીમાં પલળ્યા:છતના પોપડા ખરતા બિલ્ડીંગ જોખમી બની

દાહોદ તાલુકા પંચાયતની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં:કચેરી કાર્યાલયમાં વરસાદી પાણી ભરાઈ જતા સરકારી રેકોર્ડ પાણીમાં પલળ્યા:છતના પોપડા ખરતા બિલ્ડીંગ જોખમી બની

  નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.28

દાહોદ તાલુકા પંચાયતની કચેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા કચેરીમાંના દસ્તાવેજો રેકોર્ડ સહીતની વસ્તુઓ પાણીમાં પલળી જવા પામી છે. જ્યારે કચેરીમાં કેટલાક ચેમ્બરોની છત જર્જરિત હાલતમાં આવી જતા કચેરીમાં કામકાજ અર્થે આવતા લાભાર્થીઓ, અરજદાર સહીત સરકારી કર્મચારીઓને ભારે હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જર્જરીત ઈમારતના કારણે લોકોના જીવને જોખમ પણ ઉભો થવા પામ્યો છે.

દાહોદ શહેર સ્માર્ટસીટી બનવા જઈ રહ્યું છે. શહેરમાં શહેરમાં સ્માર્ટસીટીની વિવિધ યોજના અંતર્ગત અન્ય વિકાસના કામો થકી નગરને બ્યુટીફીકેશન કરી સ્માર્ટસીટી બનાવવાના કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે.ત્યારે શહેરના મધ્યે આવેલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડ સહીત કેટલાક રૂમોમાં વરસાદી પાણી ભરાઈ જતા કચેરીમાં મુકેલ દસ્તાવેજો સહિતની ફાઈલો પાણીમાં પલળી થઇ ખરાબ થઇ જવા પામ્યા છે. જે ખરેખર ગંભીર બાબત છે. તેમજ કચેરીના કેટલાક રૂમ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. અને છતના પોપડા પણ પડી જવાની તૈયારીમાં છે. હાલમાં ટૂંક સમય પહેલા જ છતનો પોપડો તૂટીને નીચે પડતા કચેરીમાં મુકેલ કોમ્યુટરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને સદભાગ્યે ઉપસ્થિત લોકોનો આબાદ બચાવ થયો હતો.તેમ જાણવા મળે છે. જોકે હાલમાં આ કચેરીમાં વરસાદી પાણી ભરાઇ જતાં તાલુકા પંચાયત કચેરીમાં કામકાજ નથી આવતા લાભાર્થીઓ અરજદારો સહિત સરકારી કર્મચારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.જોકે સંલગ્ન વિભાગ દ્વારા આ મામલે દાહોદવાસીઓ તેમજ કર્મચારીની સુવિધાઓને ધ્યાને રાખી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી તેમજ માગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!