Saturday, 20/12/2025
Dark Mode

ગોધરામાં લગ્ન કર્યા બાદ ફતેપુરાના બલૈયા મંદિરનું ખોટું સોગંધનામું રજૂ કર્યાનો આરોપ.. દાહોદમાં નવયુગલ દંપતિએ લગ્ન નોંધણીમાં ખોટું સોગંદનામું રજૂ કરતા મંદિરના મહારાજ અને સાક્ષીઓ સહિત 5 સામે ફરિયાદ.!

December 19, 2025
        369
ગોધરામાં લગ્ન કર્યા બાદ ફતેપુરાના બલૈયા મંદિરનું ખોટું સોગંધનામું રજૂ કર્યાનો આરોપ..  દાહોદમાં નવયુગલ દંપતિએ લગ્ન નોંધણીમાં ખોટું સોગંદનામું રજૂ કરતા મંદિરના મહારાજ અને સાક્ષીઓ સહિત 5 સામે ફરિયાદ.!

રાજેશ વસાવે :- દાહોદ 

ગોધરામાં લગ્ન કર્યા બાદ ફતેપુરાના બલૈયા મંદિરનું ખોટું સોગંધનામું રજૂ કર્યાનો આરોપ..

દાહોદમાં નવયુગલ દંપતિએ લગ્ન નોંધણીમાં ખોટું સોગંદનામું રજૂ કરતા મંદિરના મહારાજ અને સાક્ષીઓ સહિત 5 સામે ફરિયાદ.!

દાહોદ તા.૧૯

પંચમહાલના શહેરા તાલુકાના ભેંસાલ ગામે રહેતાં એક નવયુગલ દંપતિએ પોતાના લગ્ન પંચમહાલના ગોધરાના મંદિરે લગ્ન કર્યા હોવા છતાંય પોતાના પોતાના લગ્ન સ્થળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામે આવેલ મંદિરનું લગ્ન સ્થળ ખોટી રીતે સોગંધનામામાં જાહેર કરતાં આ મામલે શહેરાના લગ્ન રજીસ્ટ્રર વિભાગને થતાં આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે નવયુગલ દંપતિ, ગોધરાના મંદિરના મહારાજ તેમજ લગ્ન નોંધણીમાં સાક્ષીઓ તરીકે સહી કરેલ બે વ્યક્તિઓ મળી પાંચ ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભેંસાલ ગામે અને બાહી ગામે રહેતાં પટેલ વિરેંદ્રસિંહ શંકરભાઈ એને સોલંકી હેત્વીબેન મહેન્દ્રભાઈએ ગત તા.૨૩.૦૧.૨૦૨૫ના રોજ ગોધરા ખડકી હનુમાન મંદિરે મહારાજ દિનેશચંન્દ્ર શંકરલાલ પુરાણી (રહે.બહારપુરા પુરાણીવાસ, ગોધરા, તા.પંચમહાલ) એ ઉપરોક્ત દંપતિના લગ્ન ગોધરાના ખડકી હનુમાન મંદિરે લગ્ન કરાવેલ હતાં. જેમાં સાક્ષીઓ તરીકે ઠાકોર દેવેંદ્રકુમાર અરવિંદસિંહ લુહાર (રહે.લુહારના મુવાડા, તા. બાલાસિનોર, જિ.મહિસાગર) અને સોલંકી સાગરકુમાર ધર્મેદ્રસિંહ (રહે.બાપુનગર, હરસિધ્ધિ સોસાયટી, વાવડીબુઝર્ગ, તા.ગોધરા, જિ.પંચમહાલ) તરીકે સાક્ષીઓ હાજર રહ્યાં હતાં ત્યારે ગત તા. ૦૪.૦૨.૨૦૨૫ના રોજ નોટરી ઓફીસર પાસે લગ્ન સ્થળ સંતોષીમાતા મંદિર બલૈયા, તા.ફતેપુરા, જિ.દાહોદનું જાહેર કરી ખોટા લગ્ન સ્થળ બાબતેનું સાચુ સોગંધનામુ કરી નોંધણી દસ્તાવેજ બનાવી સાચા તરીકે બલૈયા ગ્રુપ ગ્રામ પંચાયતના લગ્ન રજીસ્ટ્રાર પાસે ગત તા. ૧૧.૦૨.૨૦૨૫ના રોજ જાહેર કરી લગ્ન પ્રમાણપત્ર મેળવી એકબીજાની મદદગારી કરી ગુન્હો આચરતાં આ સંબંધે લગ્ન રજીસ્ટ્રારના કોમ્પ્યુટર ઓપરેટર મહેંદ્રભાઈ જીવતસિંહ સોલંકીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!