રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નગરપાલિકાનું ઐતિહાસિક ગ્રાઉન્ડ ઝીરો મોનિટરિંગ અધિકારીઓ પદાધિકારી ઓફિસ છોડી પ્રજાની વચ્ચે ઉતર્યા
દાહોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ગ્રાઉન્ડ ઝીરો પર, પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર સમાધાન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી નગરપાલિકાની અનોખી પહેલ, સ્વચ્છતા અને વિકાસ મુદ્દે વોર્ડ વાઇસ મોનિટરિંગ; પ્રજામાં સંતોષ અને આવકાર
દાહોદ તા.19

દાહોદ નગરપાલિકાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઇતિહાસમાં પહેલીવાર નગરના વિવિધ વિસ્તારોમાં પહોંચી નગરપાલિકાના કામો તથા પ્રજાના પ્રશ્નો સાંભળી અને સ્થળ ઉપર જ જે તે સમાધાન કર્યા હતા. તો સ્વચ્છતા અંગે વધારે કાળજી લઈ જે તે વિસ્તારોમાં મોનિટરિંગ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. સામાન્ય અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી અને પોતાનું કાર્ય કરી પ્રજાને સંતોષ આપવામાં ક્યાંક કચાસ રાખતા હોય છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે દાહોદમાં નગરસેવકોને નગર અધિકારીઓ સાચા અર્થમાં સેવા કર્મ બની રહ્યા હતા.

દાહોદ શહેરની અને પ્રજાની ચિંતા કરી સતત મોનિટરિંગ કરી અમુક વિસ્તારમાં તો વર્ષોથી યથાવત રહેલા પ્રશ્નોને સાંભળીને તેને યોગ્ય સમાધાન તરફ લઈ ગયા હતા. તો પ્રજાજનોએ આપકારની ઝુંબેશ માત્ર એક વાર નહીં. પણ રેગ્યુલર કરવી જોઈએ અને નગર સેવા સદનને સાચા અર્થમાં સાર્થક કરવું જોઈએ તેવી લોક લાગણી પણ ઉભી થવા પામી છે. ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દિપસિંહ હઠીલા નગર પ્રમુખ નીરજ ગોપી દેસાઈ, સહિતના અન્ય સુધરાઈ સભ્યો તેમ જ નગરપાલિકાના અધિકારીઓ તથા પદ અધિકારીઓ પોતાની ચેમ્બર છોડીને ગ્રાઉન્ડ ઝીરો ઉપર એટલે કે નગરના વિવિધ વિસ્તારોમાં વિઝીટ માં ઉતર્યા હતા. લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ નિકાલ કરવાના પ્રયાસ કર્યા હતા. તો બીજી તરફ ખાસ કરીને શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં અને સોસાયટીઓના ખુલ્લા પ્લોટોમાં કરાતી કે કરવામાં આવતી ગંદકી પ્રાણ પ્રશ્ન બન્યો છે.એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં દાહોદ નગરપાલિકા આગ્રેસર રહેવા પામી છે ત્યારે રાત્રી સફાઈની સાથે સાથે અન્ય પાણીના પ્રશ્ન તેમજ મિલકતો અંગેના પ્રશ્ન અંગે પણ સક્રિયતા દાખવી પ્રજાની પડખે રહે તેવી પણ લાગણી અને માંગણી ઉદ્ભવવા પામી છે. 
દાહોદ નગરપાલિકાના આ પ્રયાસને ઠેર ઠેરથી આવકાર મળ્યો હતો. તો ચીફ ઓફિસર દિપસિંહ હઠીલા દ્વારા પ્રજાને પણ પોતાની ફરજોમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.અને પાલિકાએ ચીંધેલા કેટલાક નીતિ નિયમોને પાડવા માટે આગ્રભરી અપીલ પણ કરી હતી. અને આવનાર સમયમાં સફાઈના,સુખાકારીના અને ખુંટતા તમામ કામો આ કામગીરી વોર્ડ વાઇસ કરવામાં આવશે એવિજાણ કરવામાં આવિ હતી.
