રાજેશ વસાવે :- દાહોદ
*પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ધાનપુર તાલુકાના નવાનગર પીએચસીના આંબાકાચ તેમજ ટોકરવા ખાતે ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: (આંબાકાચ-૧૭૦ તેમજ ટોકરવા -૯૫) લાભાર્થીઓની કરાઇ તપાસ*
*સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત*
દાહોદ તા. ૧૯

ધાનપુર તાલુકાના નવાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આંબાકચ તેમજ ટોકરવા ખાતે “તમારા ગામમાં તમારા દ્વાર સુધી ” 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ૨૬૫ વનરેબલ દર્દીઓ ના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય તિલાવટ તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.બી.પી.રમન ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો – જેમ કે મેડિકલ ઓફિસર, લેપ્રસી અને ટીબી લેબ સુપરવાઈઝર,સિકલસેલ કાઉન્સિલર,પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર , મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો , ફિમેલ હેલ્થ વર્કરો , આશા ફેસિલિટેટરો અને આશા બહેનો – નો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો.
આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીના ડિટેક્શન અને નાબૂદી તરફ સકારાત્મક પગલા ભરાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા કેમ્પો વધુ વિસ્તૃત સ્તરે આયોજિત કરવા નિર્ણય લેવાયો છે.
“ટીબી હારેગા – દેશ જીતેગા!”
000