રાજેશ વસાવે :- દાહોદ
*ટ્રાઈબલ મ્યુઝિયમ દાહોદ ખાતે યોજાઈ રહેલા સશકત નારી મેળામાં પ્રાકૃતિક ખેતીના શાકભાજી અને અનાજના વેચાણ માટે સ્ટોલ લગાવાયા*
દાહોદ તા. ૧૯

ટ્રાઈબલ મ્યુઝિયમ ઇન્દોર રોડ દાહોદ ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સશકત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વદેશી વસ્તુઓ, સખી મંડળ દ્વારા નિર્મિત વિવિધ ઉત્પાદનો, હસ્તકલા, વાંસકામ, માટીકામ પ્રાકૃતિક ખેત પેદાશો અને અન્ય બનાવટો સાથે પ્રાકૃતિક ખેતીથી પકવેલ શાકભાજી, ફળફળાદી સહિત પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી જીવામૃત, ઘનજીવામૃતના, બ્રહ્માસ્ત્ર, સહિતના વેચાણ માટે સ્ટોલ લગાવામાં આવ્યા છે.

જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સ્ટોલ પર પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી અનાજ અને પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી એવા જીવામૃત ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર, સહિતનું સહિતનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડૂતોને સારી એવી આવક મળી રહી છે. જેનાથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે.
000