Monday, 08/12/2025
Dark Mode

ગુરુ ગોવિંદ લીમડી ખાતે સગર્ભા મહિલાની રસ્તામાં જ ‘108’ ટીમે કરાવી સફળ પ્રસૂતિ – EMT અંજુ લબાનાનું સાહસ, માતા-બાળક બંને સલામત

December 7, 2025
        5179
ગુરુ ગોવિંદ લીમડી ખાતે સગર્ભા મહિલાની રસ્તામાં જ ‘108’ ટીમે કરાવી સફળ પ્રસૂતિ – EMT અંજુ લબાનાનું સાહસ, માતા-બાળક બંને સલામત

દક્ષેશ ચૌહાણ:ઝાલોદ

ગુરુ ગોવિંદ લીમડી ખાતે સગર્ભા મહિલાની રસ્તામાં જ ‘108’ ટીમે કરાવી સફળ પ્રસૂતિ – EMT અંજુ લબાનાનું સાહસ, માતા-બાળક બંને સલામત

તાત્કાલિક નિર્ણયે બચી ગઈ બે જાન: 108 ટીમે એમ્બ્યુલન્સમાં કરાવ્યું સફળ ડિલિવરી

ગર્ભવતીનું જીવ બચાવ્યું 108 ટીમે – માર્ગ વચ્ચે સ્ટૂલ પાસ કરનાર બાળકનો જન્મ સલામત રીતે

ગંભીર પરિસ્થિતિમાં 108 ની હિંમત – પેથાપુર રેફર કેસમાં માર્ગમાં જ પ્રસૂતિ, પરિવારનો આભાર

દાહોદ તા.07

દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સની ઇએનટી તેમજ પાયલોટે સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવ્યા હતા. ક્રિટિકલ કન્ડિશનમાં રીફર કરાયેલી સગર્ભા મહિલાને દવાખાના પહોંચાડતા પહેલા જ ઈમરજન્સી ઊભી થતા 108 ના કર્મચારીઓએ રસ્તામાં છગરબા મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. અને માતા અને બાળક બંનેના માથે ઉભા થયેલા જીવના જોખમને દૂર કરી પોતાની ફરજ પ્રત્યેની ઉત્કૃષ્ટ કામગીરીનો ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દાહોદ જીલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પેથાપુર CHC માંથી રિફર થયેલી 28 વર્ષીય પ્રભાબેન બાબુભાઈ કટારા જેમનું હિમોગ્લોબિન માત્ર 6% હતું અને તેઓ બહુસંતાન વર્તી મહિલા હોવાથી, તેમની નાજુક હાલતને ધ્યાનમાં રાખીને 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા દાહોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. રસ્તામાં જ તેમને તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડી હતી. જેના પગલે દુખાવો અસહ્ય થતા અને હોસ્પિટલ હજી દૂર હોવાથી સમયસૂચકતા વાપરી નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાઈ હતી . આ સમયે ઈમરજન્સી 108 ના EMT અંજુબેન લબાના દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે બાળક ઉંધું (Breech Position) છે અને બાળક દ્વારા Meconium એટલે કે સ્ટૂલ પાસ થઈ ગયો છે — જે ખૂબ જ ગંભીર અને જોખમી સ્થિતિ માનવામાં આવે છે. આ પરિસ્થિતિની ગંભીરતા સમજતા, EMT અંજુબેન લબાનાએ તરત જ પાયલોટ નિલેશભાઈ રાઠોડ ને માહિતી આપી, જેમણે તરત જ એમ્બ્યુલન્સને રસ્તાની સાઇડમાં સલામત રીતે ઉભી રાખી. ત્યારબાદ 108 કોલ સેન્ટર સાથે સંપર્ક કરી, ઇ.આર.સી.પી. ડૉ. ત્રિવેદી નું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. પેલા પગલે સમય સામેની સૌથી મોટી રેસમાં, EMT અંજુબેન લબાના એ અદભૂત હિંમત, કુશળતા અને સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી દર્શાવી અને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.તેમજ Meconium પાસ થયેલ હોવાથી નવજાત શિશુને તાત્કાલિક suction અને જરૂરી newborn care આપવામાં આવ્યું હતું. જેના પરિણામે, પ્રભાબેન દ્વારા સ્વસ્થ પુત્રને જન્મ મળ્યો અને પરિવાર તેમજ 108 ટીમે રાહતનો શ્વાસ લીધો. આગળની સારવાર માટે માતા અને બાળકને દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ બંનેની તબિયત સ્થિર છે. આ કામગીરી જોનાર પરિવારજનોએ આભાર વ્યક્ત કરતાં 108 ની કામગીરી, EMT અંજુ લબાના અને પાયલોટ નિલેશ રાઠોડ ના સાહસને બિરદાવ્યું હતું .ઉપરાંત ચેતન વણકર અને PM ધર્મેન્દ્ર પુવાર દ્વારા પણ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!