રાહુલ ગારી: ગરબાડા
અભલોડ જિલ્લા પંચાયત સીટ ના કુલ 11 રસ્તાઓનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને જિલ્લા પ્રમુખના હસ્તે ખાતમુરત કરાયું .
ગરબાડા તા.06

આજે તારીખ 6 ડિસેમ્બરના રોજ ગરબાડા 133 વિધાનસભામાં આવતી અભલોડ જિલ્લા પંચાયત સીટના જુદા જુદા 11 જેટલા રસ્તાઓનો ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના હસ્તે ખાદમુરત કરવામાં આવ્યો હતો.
આ રસ્તાઓની વાત કરીએ તો ગરબાડા તાલુકાના અંતરાલ વિસ્તારમાં જુદા જુદા ગામડાઓને જોડતા રસ્તાઓ જેમાં અમુક રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે તેઓનું રિસ ફેર્સિગ તેમજ નવીન આર.સી.સી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

જેમાં કુલ રૂપિયા 6 કરોડ 29 લાખ થી વધુના જે રસ્તાઓનું નવીનીકરણ અને રિસ ફેર્સિગ કરવામાં આવશે. હાલ સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તાર જ્યાં સરકારશ્રીની પાયાની સુવિધા નો અભાવ ન રહે અને લોકોને સરળતાથી અવરજવર થઈ શકે તે તેમજ વાહન વ્યવહાર થઈ શકે તે માટે આ રસ્તાઓના કામ હાથ ધરવામાં આવ્યા છે.
6 કરોડ 29 લાખમાં ગરબાડા અભલોડ જિલ્લા પંચાયત સીટમાં આવતા વિજાગઢ નાના ફળિયા રોડ , ઉમરીયા પિક અપ સ્ટેન્ડ થી અભલોડ રોડ ,
અભલોડ થી કોટડા ફળિયા વિજાગર રોડ ,અભલોડ આંબલી ફળિયા રોડ, ભુદરખેડી ફળિયા રોડ ,અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જોડતો રોડ, ટૂંકીવજૂ કામાવીરા રોડ, ટૂંકીવજુ પ્રાથમિક શાળા તિતરીયા ફળિયા રોડ , ટૂંકીવજુ કામાવેરા રોજી ફળિયા રોડ , પાટીયા ખાતે રામદેવ ફળિયા તે ઘાટી ફળિયા સુધી રોડના કામો છે તેનું રિસ ફેર્સિગ તેમજ નવીન આર.સી.સી બનાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. આ ખાદ મુરત કાર્યક્રમમાં વિવિધ વિસ્તારના આગેવાનો ગામ લોકો સરપંચો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નારિયળ ફોડી તમામ કામોનું ખાતમુરત કરવામાં આવ્યો હતો.