રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કોર્ટ પ્રાંગણમાં સન્નાટો.!
આગાવાડા ગામે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં યુવકને ૨૦ વર્ષની સજા અને 4 લાખ વળતર ચૂકવવા આદેશ.
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના આગવાડા ગામે એક સગીરાનું અપહરણ કરી બળજબરીપૂર્વક તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસ દાહોદની સેશન્સ કોર્ટમાં ચાલી જતા તેમાં જજે આગાવાડા ગામનાજ આરોપીને ૨૦ વર્ષની સજા સાથે સગીરાના રીહેબીલેટેસન ના હેતુસર રૂપિયા ચાર લાખનો દંડનો હુકમ ફરમાવતા જિલ્લામાં ચક્ચાર મચી છે.
દાહોદ તાલુકાના આગાવાડા ગામે વર્ષ ૨૦૨૪ દરમિયાન મુકેશ સબુર ભારે ગામની જ એક ૧૬ વર્ષની સગીરાને બળજબરીપૂર્વક મોટરસાયકલ ઉપર બેસાડીને લઈ ગયો હતો અને નવાપુરા ફળિયામાં તળાવની પાછળ બાવળની ઝાડીઓમાં લઈ જઈ શગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ કર્યુંહતું. ત્યારબાદ સગીરાને મુકેશ એના ઘર નજીકના નાળા પાસે લાવ્યો હતો ત્યા રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે પુનઃ મુકેશ સગીરાને તળાવ પાસેની ઝાળીમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુંહતું ત્યારબાદ મુકેશ સગીરાને તેના ઘર નજીક મૂકીને જતો રહ્યો હતો. આ કેસ દાહોદની સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ટીના સોનીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી ત્રીજા એડિશનલ સેશન જજ ડોડીયાર સાહેબે આરોપી મુકેશ ભાભોર ને ભારતીય દંડ સહીતા ની કલમ ૩૬૩, ૩૭૬/૨ ના ગુનામાં તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ અન્વયે દોષિત ઠરાવી આરોપી મુકેશ સબૂર ભાભારને પોક્સો એક્ટ અંતર્ગત ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે સાથે ભોગ બનનાર સગીરાહોઈ વિકટીમ કંપેનસેશન સ્કીમ હેઠળ ભોગ બનનારના રિહેબિલિટેશનના હેતુસર સગીરાને ચાર લાખ રૂપિયા ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરતો હુકમ કરવામાં આવ્યો છે.