રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ આત્મા કચેરી, ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક શાકભાજીના સ્ટોલ શરૂ કરાયા*
દાહોદ તા. ૧


ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા દાહોદ દ્વારા દાહોદ જિલ્લામાં આત્મા કચેરી, ખેડુત તાલિમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજીના સ્ટોલ શરૂ કરવામાં આવી રહ્યા છે. જેનાથી ખેડૂતોને પ્રાકૃતિક રીતે કરેલ શાકભાજીના યોગ્ય ભાવ મળી રહે તેમજ વધુમાં વધુ પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
000