બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તાલુકાના સરસ્વાપૂર્વ ગામના 58 વર્ષીય આધેડ અકસ્માતે નદીના પાણીમાં પડતા મોત*
*મૃતક 28 નવેમ્બરના રોજ નદી બાજુ ખેતરમાં જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા બાદ 30 નવેમ્બરના રોજ નદીમાંથી લાશ મળી આવી*
સુખસર,તા.1

સુખસર તાલુકાના સરસવા પુર્વના એક 58 વર્ષીય આધેડ શુક્રવારના રોજ ચારેક વાગ્યાના અરસામાં ઘરના સભ્યોને જણાવેલ કે તેઓ નદી વાળા ખેતર બાજુ જોવા જવાનું કહી નીકળ્યા હતા.ત્યારબાદ મોડે સુધી ઘરે પરત નહી આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સોમવારના રોજ ગામમાં આવેલ નદીના ચેકડેમના ઊંડા પાણીમાંથી લાશ મળી આવતા પરિવારમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના સરસ્વાપુર્વ સુવર ફળિયામાં રહેતા લલ્લુભાઈ ભલજીભાઈ સુવર ઉંમર વર્ષ 58 નાઓ ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. જેઓ 28 નવેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં આપણા નદી વાળા ખેતર બાજુ જોઈને આવું છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા. પરંતુ સાંજ સુધી પરત ઘરે આવ્યા ન હતા.જેથી ઘરના સભ્યોએ શોધખોળ કરેલ.પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.તેમજ તેઓ મોબાઇલ રાખતા ન હોય કોઈ સંપર્ક પણ થઈ શક્યો ન હતો.અને તેઓ ક્યાંક ગયેલ હશે અને આવી જશે તેમ સમજી ઘરના સભ્યો શોધખોળ કરી મોડી રાત્રીના ઘરે આવ્યા હતા.અને બીજા દિવસે પણ લલ્લુભાઈની શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો.જ્યારે સોમવારના રોજ સગા સંબંધીઓ તથા પરિચિતોમાં તેમજ સુખસર બજારમાં સોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળેલ ન હતી.જ્યારે સોમવારના રોજ શોધખોળ ચાલુ હતી તે દરમિયાન પુત્ર જયપાલે જણાવેલ કે નદીવાળા ખેતર નજીક આવેલ ચેકડેમની ટાંકી વાળી જગ્યાએ પિતાની લાશ નદીના કિનારા ઉપર પાણીમાં પડેલ હોવાનું જણાવેલ. જેથી આસપાસના લોકો નદી ઉપર ગયા હતા.અને જોતા આ લાશ લલ્લુભાઈની હોવાનું જણાયેલ. ત્યારબાદ સુખસર પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.જ્યાં જોતા ચેકડેમના ભાગે પાણીની ઊંડાઈ હોય લાશને કાઢી શકાય તેમ ન હોય ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.અને લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ઉપરોક્ત બાબતે મૃતક લલ્લુભાઈ ભલજીભાઈ સુવરની પત્ની મોતલીબેને સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલીવારસો સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.