બાબુ સોલંકી :- સુખસર
*સુખસર સી.એચ.સી માં 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી*_
સુખસર,તા.1

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત અને જીલ્લા ટી.બી અને એચ.આઇ.વી અધિકારી આર.ડી.પહાડીયા અને ડી.એ.પી.સી.યુ દાહોદના માર્ગદર્શન હેઠળ 1લી ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ” 2025 ની થીમ “એઈડ્સ ના પ્રતિભાવમાં પરિવર્તન લાવો, વિક્ષેપ દુર કરો”.

આજરોજ વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે સા.આ.કેન્દ્ર સુખસર ખાતે અધિક્ષક ભરત વી. પટેલ, આઈસીટીસી કાઉન્સિલર નયનાબેન દરજી અને એલ.ડબલ્યુ.એસ વર્કર અને સુખસર દવાખાનાના તમામ સ્ટાફ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દવાખાનાના સ્ટાફ અને સાઇ નર્સિંગ સ્કૂલની વિધાર્થીનીઓ દ્રારા પોસ્ટર પ્રદર્શન અને નાટકના માધ્યમથી એચ.આઇ.વી/એઇડ્સને અટકાવવા માટેની માહિતી આપી હતી.

સુખસર સ્ટાફ દ્વારા રંગોળી અને આઈ.ઈ.સી કરી અને એચ.આઈ.વી/એડ્સ માટે જન જાગૃતિ લાવવા માટેની માહિતી આપી. તેમજ કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલી આપવામા આવી હતી.આ ઉજવણીમાં દવાખાનાનો સ્ટાફ તેમજ હોસ્પિટલ મા આવેલા લાભાર્થીઓને એચ.આઈ.વી/એઇડ્સ,એસ ટી.આઈ ,આર.ટી.આઈ,ટી.બી હિપેટાઇટિસ બી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.