સંજેલી મહેન્દ્ર ચારેલ..
સંજેલી કન્યા વિદ્યાલય ખાતે એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
દાહોદ જિલ્લામાં દસ દિવસથી NDRF ની ટીમ દ્વારા અલગ અલગ તાલુકાની સ્કૂલોમાં બાળકોને માહિતગાર કર્યા.
સંજેલી તા. ૧૭
સંજેલી તાલુકાની શ્રી કન્યા વિદ્યાલય ખાતે NDRF ની ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંજેલી મામલતદારની ટીમ શાળાના આચાર્ય, શિક્ષકો બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રસપૂર્વક કાર્યક્રમ નિહાળીઓ હતો. આ ટિમ દાહોદ જિલ્લામાં 10 દિવસથી અલગ અલગ તાલુકામાં ની સ્કૂલોમાં જનજાગૃતિનો કાર્યક્રમ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

કન્યા વિદ્યા સંજેલીમાં કલેકટર કચેરી દ્વારા તેમજ મામલતદાર કચેરી દ્વારા રિજેસ્ટર મેનેજમેન્ટ બાળકોને જાગૃત કરવા માટે શાળામાં એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા

જેમાં બાળકોને રસપૂર્વક ભાગ લીધો જ્યારે જ્યારે મુશ્કેલી આવે તો કેવી રીતે બચાવ પ્રવૃત્તિ કરવી તે માટે સાચી અને સચોટ માહિતી આપી..
