દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ સબજેલમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અને સત્સંગ કાર્યક્રમ
કેદીઓને જીવનમૂલ્યો, સંકલ્પો અને વ્યક્તિ વિકાસ અંગે માર્ગદર્શન
ઝાલોદ તા. ૧૬

આજ રોજ ઝાલોદ સબજેલ ખાતે કાચા તથા પાક્કા કામના બંદીવાનો વચ્ચે ગાયત્રી પરિવાર ઝાલોદ દ્વારા વ્યસન મુક્તિ અને સત્સંગનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બંદીવાન ભાઈઓને વ્યસનોથી દૂર રહેવા અને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. “વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ – હમ સુધરેગા, યુગ સુધરેગા” ના સંકલ્પ સાથે જીવન ઉપયોગી સાહિત્ય, મંત્ર લેખન બુક તથા વ્યસન મુક્તિની પુસ્તિકાઓ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં લગભગ ૩૦ જેટલા બંદીવાન ભાઈઓ, સબજેલ ઝાલોદના જેલર શ્રી સંજયકુમાર પટેલ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા. ગાયત્રી પરિવાર ઝાલોદ અને પંચમહાલ ઉપજોન યુવા સંયોજક શ્રી ગોપીચંદ ભુરીયાએ વ્યસન, સંસ્કાર અને સારા નાગરિક જીવન વિશે માર્ગદર્શન આપ્યું. જેલર શ્રી સંજયકુમાર પટેલે પણ કેદી ભાઈઓને વ્યક્તિ વિકાસ અને જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપી પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યા. અંતમાં ગાયત્રી પરિવાર દ્વારા શાંતિપાઠ અને કેળા પ્રસાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો. ઝાલોદ સબજેલમાં આ પ્રકારના કાર્યક્રમો કેદીઓને સુધાર અને સકારાત્મક જીવન તરફ દોરી જવાના પ્રયત્નોને વધુ મજબૂત બનાવે છે.