રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સેવનીયા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ*
દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગમાં રવિ ઋતુ પૂર્વ તાલીમ સ્વયં પ્રેરિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અવેરનેસ અને ઓરિએંટશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.
દાહોદ તા. ૧૩
દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના કલસ્ટર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવે છે.
જેમાં પાકમાં ઉપયોગી જેવા કે , જીવામૃત ઘન જીવામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવે છે. સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવતા ખેડૂતોને કહ્યું હતું કે, પ્રાકૃતિક રીતે પકવેલા ફળફળાદી શાકભાજી અને અનાજ ગુણકારી તેમજ રોગમુક્ત છે.

જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરી શકે સાથે તંદુરસ્ત રહી શકીએ છીએ. તાલીમ દરમિયાન ખેડૂતમિત્રોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેના ઉપયોગ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સુચન કર્યા હતા.
000