દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ 130 વિધાનસભાના દરેક મતદારના ઘરની મુલાકાત લઇ કામગીરી શરૂ થઈ ગઈ છે. ખાસ અભિયાન SIR અંતર્ગત બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ ભરવાનું કરશે
દાહોદ તા. ૧૩
ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયાના માર્ગદર્શન તેમજ દિશા સૂચન હેઠળ SIR અંતર્ગત બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરની મુલાકાત લઇ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તમામ BLO દ્વારા મતદારોના ઘરેઘરે જઈને મતદારોના ફોર્મ ભરવાનું છે. 27 ઓક્ટોબર અનુસાર દરેક મતદાર માટે યુનિક એન્યુમરેશન ફોર્મ (Efs- ગણતરી ફોર્મ) પ્રિન્ટ કરશે. જે ગણતરી ફોર્મમાં વર્તમાન મતદાર યાદીમાં સમાવિષ્ટ જરૂરી વિગતો હશે.
આમ, BLO દ્વારા મતદારોના ઘરે ઓછામાં ઓછી 3 વાર મુલાકાત લેવાશે. ઉપરાંત BLO કક્ષાએ દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મનું વિતરણ કરશે. 2002-2004માં યોજાયેલા છેલ્લા SIRમાં મતદારને તેમના નામ અથવા તેમના સંબંધીઓના નામ સાથે મેચ / લિંક કરવામાં મદદ કરશે. જે માટે મતદારોને મેચ કરવા / લિંક કરવા માટે / BLOs અગાઉના SIRનો ઓલ ઈન્ડિયા ડેટાબેઝ (https://voters. eci. gov.in/) પણ ઍક્સેસ કરી શકે છે.

ઉપરાંત BLOs નવા મતદારના સમાવેશ માટે ફોર્મ 06 અને ઘોષણાપત્ર એકત્ર કરશે, મતદારને EF ભરવામાં મદદ કરશે તથા તેને એકત્ર કરીને ERO/AEROને સબમિટ કરશે. આ દરમ્યાન મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે. તે એ માટેની તૈયારીના ભાગરૂપે પ્રાંત કચેરી ખાતે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સેક્ટર ઓફિસરો, નોડલ ઓફિસરો, સહાયકો સાથે મિટિંગ યોજાઈ હતી.

BLO દ્વારા મતદારોના ડોક્યુમેન્ટો એકત્રીત કરવા માટે 11 જેટલા સેન્ટરો સ્થાપીત કરવામાં આવ્યા છે. જેમાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે, એ સેન્ટર ઉપર ઓનલાઈન એન્ટ્રી થશે, એવું જાણવા મળ્યું હતું. આ SIR અંર્તગત BLO દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.