 
				
				દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી સહિત કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે શપથ ગ્રહણ કર્યા
દાહોદ તા. ૩૧
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબરને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી સહિત કર્મયોગીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન કચેરીની તમામ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
										 
                         
                         
                         
                        