 
				
				બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા,સંજેલી તથા સિંગવડ તાલુકાના જુદા-જુદા સંચોની માસિક અભ્યાસ મીટીંગ યોજાઈ*
*માસિક અભ્યાસ મિટિંગમાં શિક્ષણની સાથે પ્રમાણિકતાના પાઠ ભણાવવામાં આવે છે*
સુખસર,તા.30

ફતેપુરા ,સંજેલી તથા સિંગવડ તાલુકાના તમામ ગામડાઓમાં બાળકોને શાળા સમય બાદ દરરોજ બે કલાક શિક્ષણકાર્યની સાથે-સાથે બાળકોને સંસ્કાર આપવાનું કામ કરતા આચાર્ય ભાઈ બહેનોની માસિક અભ્યાસ મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં વહેલા ઊઠવું,દરરોજ શાળાએ જવું,લેસન કરવું,માતા- પિતાને પગે લાગવું,ચોરી ન કરવી, નિષ્ઠા અને પ્રામાણિક રહેવું,હંમેશા પોઝિટિવ વિચારવું વગેરે શીખવવામાં આવે છે.સાથે ગામના વિકાસ માટે પંચમુખી શિક્ષા,પોષણ વાટીકા ,જૈવિક ખેતી જેવી બાબતો પણ શીખવવામાં આવે છે.આ કામ જે-તે ગામમાં આચાર્ય ભાઈ બહેનો 1200 થી 1500 જેટલા નજીવા માનદ વેતનમાં ભગીરથ કામગીરી કરી રહ્યા છે.આવા એકલ વિદ્યાલય ચલાવતા આચાર્ય ભાઈ-બહેનોનો નવા વર્ષની માસિક અભ્યાસમિટિંગ મોટા નટવા સંચની પાટી મુકામે,માનગઢ અને ફતેપુરા સંચની ફતેપુરા મુકામે,લીમડીયા સંચ ની પીપલારા મંદિરે ખાતે,સિંગવડ અને સંજેલી સંચની રણુજાધામ સંજેલી ખાતે તારીખ 26 થી 29 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવી હતી.જેમાં આચાર્ય ભાઈ-બહેનોને બાળકોને સંસ્કારી બનાવવાના,સમાજને શિક્ષિત અને વ્યસન મુક્ત બનાવવા માટે અને શિક્ષણનું મહત્વ સમજાવવા જેવી બાબત અને જાણકારી આપવામાં આવી હતી.સાથે જ વ્યસન મુક્તિની બુકો આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
 
										 
                         
                         
                         
                        