 
				
				બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તથા ફતેપુરા તાલુકામાં ભીલ સમાજ સુધારણા ની યોજનાર મીટીંગ*
*ફતેપુરા ખાતે 31 ઓક્ટોબર જ્યારે સુખસર ખાતે 1 નવેમ્બર ના રોજ ભીલ સમાજ સુધારણા મિટીંગનું આયોજન કરવામાં આવેલ છે*
સુખસર,તા.30
 
સુખસર અને ફતેપુરા તાલુકાઓમાં ભીલ સમાજની ચિંતન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સુખસર તાલુકામાં 52 જેટલા અને ફતેપુરા તાલુકામાં 38 જેટલા યુવાનો, વડીલો,ભાઈઓ અને આગેવાનો ચિંતન બેઠકમાં હાજર રહીને પંથ,પાર્ટી,પક્ષ,જ્ઞાતિ,જાતિ જેવી તમામ બાબતોથી પર રહીને તમામ સભ્યો એક મંચ ઉપર આવી સમાજનો વિકાસ કેવી રીતે થાય? સમાજનું ઉત્થાન કેવી રીતે થાય? સમાજને નુકસાન કરતા કુરિવાજો બિન જરૂરી ખોટા મોટા ખર્ચાઓ દુર માટે કેવી રીતે અને શું કરી શકાય,સમાજને શિક્ષિત અને સંસ્કારી કેવી રીતે બનાવી શકાય?તે માટે સમાજ દ્વારા એવું પરિવર્તન લાવી સમાજને આગળ લાવી શકાય જેવી બાબતોની મુક્ત મને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ત્યારબાદ આગામી સમયમાં તારીખ 31 ઓક્ટોબરના રોજ ફતેપુરા અને એક 01/11/ 2025 ને શનિવારના રોજ 11:00 કલાકે સુખસર તાલુકાની સુખસર કૃષિ શાળા ખાતે દરેક ગામોના સરપંચો,આગેવાનો,ફળિયા પટેલો યુવાનો વડીલો એ સામાજિક પરિવર્તન લાવવા ફરીવાર ચિંતન બેઠકનું આયોજન કરીને બંને તાલુકાના તમામ ગામોમાં એક જ લગ્ન બંધારણ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
 
										 
                         
                         
                         
                        