Thursday, 21/11/2024
Dark Mode

ઝાલોદ નજીક ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક અનાસ નદીના ધસમસતા પ્રવાહમાં છ યુવકો તણાયા: એકનું મોત:ચાર લાપતા: એકનો આબાદ બચાવ થયો

ઝાલોદ નજીક ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક અનાસ નદીના ધસમસતા પ્રવાહમાં છ યુવકો તણાયા: એકનું મોત:ચાર લાપતા: એકનો આબાદ બચાવ થયો
DahodLive Desk:-રાજેન્દ્ર શર્મા /હિરેન પંચાલ, ઝાલોદ

ઝાલોદના ઠુંઠી કંકાસિયામાં સતત ત્રણ કલાક સુધી ચાર જીંદગીઓ ઝઝૂમતી રહી, કોઈ પણ બચાવ ન થતાં અંતે આ ચાર જિંદગી પણ અનાસ નદી ના વહેણમાં તણાઈ,

દાહોદ/ઝાલોદ તા.22

ઝાલોદના ઠુંઠી કંકાસિયામાં ફૂલ પધરાવવાની વિધિમાં ગયેલા કુલ છ જેટલા સખ્સો નદીનું વહેણ વધતા ફસાયા હતા.જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.તો અન્ય પાંચ તણાતા તેઓ હાલ લાપતા જાહેર કરવામાં આવ્યા છે. અને તેઓની શોધખોળ આરંભવામાં આવી હતી.

ઝાલોદના ઠુંઠી કંકાસિયામાં રહેતા બુજુર્ગની મોત થતા. તેઓના ફૂલ પધરાવવાની વિધિ નજીક આવેલી અનાસ નદી ખાતે કરવા સગાવહાલા કુલ ૬ જેટલા ઈસમો આજે શનિવારના રોજ ૧૧.૩૦ ના સુમારે ગયા હતા. જ્યાં ઉપરવાસની પાણીની આવક ને લીધે નદીનું વહેણ અચાનક વધી જતાં, આ છ જેટલા ઈસમો નદીમાં તણાયા હતા.

જેમાંથી એક તરીને કિનારે આવી જતા તેનો આબાદ બચાવ થયો હતો.તો એક ઈસમ એ સમયે જ તણાઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો અન્ય ચાર વ્યક્તિઓ સામે નદીમાં આવેલા બેટ પર બચવા માટે જતા રહ્યા હતા. આ અંગેની જાણ આસપાસના રાહદારીઓને પડતા જ તેઓ એ આ અંગે તંત્ર પાસે મદદની માંગ કરી હતી.ઝાલોદ નગર પાલિકા ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.પરંતુ નદીના ધસમસતા પ્રવાહ સામે અપૂરતા સાધનો હોવાને લીધે બચાવ કામગીરી આરંભી સકાઈ નહોતી. ત્યાર બાદ ત્રણ કલાક સુધી રાહ જોવા છતાં કોઈ પણ બચાવ ટીમ આવી ન હોઈ, આ ફસાયેલા ચાર વ્યક્તિઓ તેમજ તેમના પરિવારજનો સહિત ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે આ દરમ્યાન તંત્રની આ ઢીલી કામગીરીને પગલે ત્યાં ઉભેલા તમામ લોકોમાં રોષની લાગણી ભભૂકી હતી. અને અંતે ત્રણ ત્રણ કલાક સુધી બચાવ કામગીરીની રાહ જોતા વીતી ગયા હતા. તેમ છતાં આ ફસાયેલા ચાર ઈસમો ને કોઈ પણ મદદ મળી નહતી. અંતે નદીનું સ્તર વધતા આ ચારેય નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. અને આ ચારેયની આ હાલતને લઈને ત્યાં ઊંભેલા તમામ ના આંખમાં આસુ સરી પડ્યા હતા. તો તંત્ર ની કામગીરીને પગલે રોષ માં આવી ગયા હતા.સતત ત્રણ કલાક સુધી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા આ ચારેય ને કોઈ જ બચાવ કામગીરી ન થતાં લાપતા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ ચારેય ની મોત માટે જવાબદાર ઉભેલા લોકો તંત્ર ને જવાબદાર ગણી રહ્યા છે.

હેલિકોપ્ટર અને બોટ આવે છે એમ જવાબ મળ્યા:અને અંતે લોકોની આશા ઠગારી નીવડી:જોતાજોતામાં 4 જિંદગીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ

ત્યાં ઉભેલા લોકો એ બચાવ કામગીરી માટે નેતા તથા અધિકારી બન્નેનો સંપર્ક કર્યો હતો. અને બન્નેએ હેલિકોપ્ટર તથા બોટ આવે છે.તેવું કહ્યું હતું.જોકે ત્રણ કલાક સુધી કંઈ પણ આવ્યું ના હોય લોકો માં ભારે રોષ પ્રવર્ત્યો હતો.

જિલ્લા માં પુર સામે બચાવ કામગીરી ના અપૂરતા સાધનો ની પોલ ખુલી: તંત્ર પાસે પૂરતા સાધનોનો અભાવ

આ ઘટનાએ જિલ્લામાં પુર સામે બચાવ કામગીરીના સાધનોનો અભાવ હોવાની પોલ ખોલી દીધી છે.ત્યારે સતત નદીઓથી ઘેરાયેલા દાહોદ જિલ્લામાં જ બચાવ ના કોઈ સાધન ન હોય તે આશ્ચર્યજનક પણ ગણાય તેમ છે.

મરણ જનાર તેમજ લાપતા થયેલાઓની નામોની યાદી
(1) ગરાસિયા કડિયાભાઈ મડીયાભાઈ(રહે. ઠુંઠી કંકાસીયા) પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો, (2) ગરાસિયા ભરતભાઈ જીથરાભાઈ(રહે.ઠુંઠી કંકાસીયા) આબાદ બચાવ થયો,હાલ સારવાર હેઠળ, (3)ગરાસિયા ભીમજીભાઈ જીથરાભાઈ(રહે.ઠુંઠી કંકાસીયા) પાણીમાં ગરકાવ, (4)ભાભોર કાળુભાઇ સુરપાલભાઈ (રહે.પાવડી) પાણીમાં ગરકાવ,(5)ડામોર વાલસીંગભાઈ ગજિયાભાઈ (કાળજીની સરસવાણી)પાણીમાં ગરકાવ (6) તેમજ અને અન્ય એક યુવક જેની ઓળખ ચાલુ છે.
error: Content is protected !!